વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવનું બ્યુટીફીકેશનનું કામ જળચર જીવો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. ન્યાયમંદિર વિસ્તારમાં આવેલા સુરસાગર તળાવમાં એક તરફ શિવજીની મૂર્તિને સોનાથી મઢવાનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ બ્યુટીફીકેશનનું કામ કરવામાં આવ્યું છે. પરંતુ આ દરમિયાન ઓક્સિજનના અભાવે કે અન્ય કોઇ કારણસર જળચર જીવો મરી રહ્યા છે.
અગાઉ સુરસાગર તળાવમાં પાંચ કાચબાના મૃત્યુ થયા હતા. જેના પોસ્ટમોર્ટમ દરમિયાન કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. ત્યારબાદ વારંવાર માછલીઓના મૃત્યુ ના બનાવો બની રહ્યા છે.
આજે ફરી એકવાર તળાવના કિનારે માછલીઓના મૃતદેહ નજરે પડતા જીવદયાપ્રેમીઓ સમસમી ઉઠયા હતા. આ સાથે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાઈ હતી. કોર્પોરેશનનું તંત્ર સત્વરે નહીં જાગે તો રહ્યા સહ્યા જળચર જીવો પણ મૃત્યુ પામે તેવી દહેશત જીવદયાપ્રેમીઓ સેવી રહ્યા છે.
Advertisement