વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બોડકા ગામે ગત મધ્યરાત્રે આશરે બે અઢી વાગ્યાંના સુમારે અંબાજી ફળિયું વણકરવાસમાં રહેતા બાલુભાઈ રયજીભાઈ રાત્રે ઘરની બહાર ભર નીંદર માણી રહયા હતા તે સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ મકાનના મુખ્ય દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશી લોખંડની ત્રણ તિજોરીમાં રહેલા સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી થઈ જવા પામી હતી.
સવારે જાણ થતા ઘરના માલિક બાલુભાઈ એ તપાસ કરતા જોતા કરજણ પોલીસ સ્ટેશને જાણ કરતા કરજણ પોલીસનો કાફલો બોડકા ગામે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘરમાની તિજોરીમાંથી સોનાનુ મંગળ સૂત્ર નંગ 1, સોનાની વીંટી નંગ 7, સોનાના ઝુમ્મર બુટ્ટી 2 જોડી, સોનાની ચેન નંગ 1, સોનાની જડ 1, સોનાની કાનની સેર 1 જોડી મળી કુલ સોનાના દાગીના મળી 8.2 તોલા જેની કિંમત 3,28,000/- રૂપિયા જ્યારે ચાંદીના પાયલ 2 જોડી, ચાંદીના કેડના જુડા નંગ 2, મળી ચાંદીના કુલ દાગીનાનું વજન 500 ગ્રામ જેની કિંમત 30,000/- રૂપિયા કુલ સોના ચાંદીના દાગીનાની કિંમત 3,58,000/- ની મતાની ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. જેની કરજણ પોલીસમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
યાકુબ પટેલ, કરજણ