રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ અન્વયે નિયામક આયુષના માર્ગદર્શનથી જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી વડોદરા દ્વારા કુમાર શાળા વાઘોડિયા અને પાદરા ખાતે નિશુલ્ક આયુષ મેગા નિદાન- સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા આર્યુવેદ અધિકારી ડો.સુધીર જોશીએ જણાવ્યું હતું.
આયુષ મેગા નિદાન સારવાર કેમ્પનો વાઘોડિયામાં ૧૩૮૯ અને પાદરામાં ૨૦૧૭ સહિત કુલ ૩૪૦૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં આયુર્વેદ, હોમિયોપેથીક, દંત રોગ અગ્નિકર્મ, પ્રતિમર્ષ નસય,ધુમ નસય,પ્રકૃતિ પરીક્ષણ ઉકાળા વિતરણ, હોમિયોપેથી પ્રિવેન્ટિવ ડોઝ, યોગ નિદર્શન, આયુષ પ્રદર્શનનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં નિષ્ણાત વૈધોએ સેવાઓ આપી હતી. આ કેમ્પમાં આરોગ્ય સમિતિ ચેરમેન નીલેશભાઈ પુરાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શાંતિભાઈ રબારી, સરપંચ લક્ષ્મીબેન વગેરે અગ્રણીઓએ હાજરી આપી હતી.