Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા ૧૦૮ ના આરોગ્ય સેવકોનું કલેકટર એ કર્યું સન્માન.

Share

ઉમદા જીવન રક્ષક આરોગ્ય સેવાઓ સમયસર ઉપલબ્ધ કરાવનાર ૧૦૮ જીવીકે ઈએમઆરઆઈ સેવાઓના કર્મયોગીઓનું વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં ૧૦૮ ના ઈ.એમ.ટી. નિધિ પટેલ, કમલેશ ઓડ, પાયલોટ વિરલ પટેલ, રાજેન્દ્રસિંહ રાજ અને ખિલખિલાટ સેવાના કોમલ મહેરાનો સમાવેશ થતો હતો.

જિલ્લા કલેકટર એ આ તમામ આરોગ્ય સેવકોની કાર્ય નિષ્ઠાને બિરદાવી હતી. તેમણે ૧૦૮ ની જીવન સુરક્ષક સેવાઓની પ્રશંસા કરી હતી. સન્માનીતોને પદક અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ સેવાના વડોદરા અને આણંદ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર નિલેશ ભરપોડાએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના કદવાલી ગામેથી પાવાગઢ સુધીની પગપાળા યાત્રાનું આયોજન.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના વિવિધ સ્થળોએ અસંગઠીત શ્રમયોગીઓ માટે મતદાન જાગૃતિ શિબિર યોજાઇ.

ProudOfGujarat

વડોદરામાં જીવલેણ ચાઇનીઝ દોરીના વિક્રેતાઓ પર તવાઇ, શહેરમાં બે સ્થળેથી ચાઇનીઝ દોરીની 50 રીલ જપ્ત કરતી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!