Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરામાં સામાન્ય અકસ્માતમાં જૂથ અથડામણ : 19 આરોપીઓની ધરપકડ.

Share

વડોદરામાં જૂથ અથડામણમાં 19 આરોપીઓની ધરપકડ રાવપુરા પોલીસે કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના રાવપુરા વિસ્તારમાં કોમી તોફાનો થયેલ હોય આ કોમી તોફાનમાં ગુનો દાખલ થતા પોલીસે 1. અબ્દુલ રશીદ શેખ
2. મહોમ્મદ ફૈઝ આરીફ શેખ, 3. એઝાઝ હનીફ શેખ, 4. અબ્દુલ શેખ, 5. સૈયદ મુશર્રફ, 6. મહોમ્મદ જાદ શેખ, 7. વારિસ ખાન મહોમ્મદ
8. મોહમ્મદ ઝુબેર, 9. ઇમરાન યુસુફ પઠાણ, 10. શેખ હમીદ અબ્દુલ, 11. કૈફ ફરીદમિયા શેખ, 12. આકીબ મહોમ્મદ શેખ, 13. શબીર જનતાવાલા, 14. શેખ સમદ રહીમ, 15. મહોમ્મદ શેખ, 16. મહોમ્મદ ઓવેસ શેખ, 17. મહોમ્મદ શકીલ અબ્દુલ, 18. આરીફ ઇકબાલ દુધવાલા, 19. ફૈઝલ શેખ નાઓની ધરપકડ કરેલ છે. આ બનાવમાં રાવપુરા પોલીસ અને કારેલીબાગ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં અકસ્માત સર્જી બબાલ કરનાર પર પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. સામાન્ય પ્રકારના અકસ્માતમાં સમગ્ર બનાવ મારામારીમાં ફેરવાયો હતો. આ બનાવના પગલે કોમી તોફાન ફાટી ના નીકળે તે માટે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી છે તેમજ એસઆરપી જવાનો દ્વારા ફુટ પેટ્રોલીંગ પણ વડોદરામાં હાથ ધરવામાં આવ્યું છે. કેસમાં આગળ વધુ તપાસ અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નિગમના મેનેજમેન્ટ અને સરકારની એસ.ટી. નિગમના ખાનગીકરણ માટેની આંધળી દોટ : પ્રજાની રાહતદરની સેવાઓ છીનવાશે..?

ProudOfGujarat

રાજપીપળા : ઇંગ્લીશ દારૂની હેરાફરી કરતા બે બુટલેગરો ઝડપાયા.

ProudOfGujarat

મહેમદાવાદના વરસોલા ચોકડી પાસે અકસ્માત થયેલ કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!