Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં અલ્પના ટોકીઝમાં માથાભારે શખ્સો દ્વારા આતંક મચાવી પડદો ફાડી નાંખ્યો.

Share

વડોદરામાં KGF ચેપ્ટર 2 મુવીના શો દરમિયાન થિયેટરમાં બબાલ થતા માથાભારે શખ્સોએ ટોકીઝનો પડદો ફાડી નુકસાન કર્યું હતું.

ગઇકાલે રાત્રિના વડોદરાના પ્રતાપનગર બ્રિજ પાસે આવેલી અલ્પના ટોકીઝમાં KGF ચેપ્ટર 2 ફિલ્મના રાત્રીના છેલ્લા શોમાં ઘૂસી આવેલા ચાર માથાભારે શખ્સો અને ટોકિઝના કર્મચારીઓ વચ્ચે મારામારી થઇ હતી. અલ્પના સિનેમાગૃહમાં KGF ચેપ્ટર 2 ફિલ્મ ચાલી રહી હતી. છેલ્લા શોમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો ફિલ્મ જોવા માટે આવ્યા હતા. જેમાં ચાર જેટલા યુવાનો પોતાની જગ્યા છોડી બીજી સીટ ઉપર બેઠા હતા. ત્યારે ટિકીટ ચેકરએ ચાર યુવાનોને તેઓની સીટ ઉપર બેસવાનું કહ્યું ત્યારે અચાનક જ ભારે હંગામો મચાવી માથાભારે શખ્સો દ્વારા ટોકીઝનો પડદો ફાડી નાખવામાં આવ્યો હતો.
વડોદરામાં આ બનાવથી ફલિત થાય છે કે આવારા અને લુખ્ખા શખ્સોનો આતંક વધતો જાય છે આ બનાવથી ભારે હંગામો થતાં ચાલુ પિક્ચરમાં શો કેન્સલ કરવો પડ્યો હતો. સંચાલકો દ્વારા આ બાબતે તમામ દર્શકોને શો કેન્સલ થતાં રિફંડ આપી શો બંધ કરાયો હતો તેમજ આ માથાભારે શખ્સોની સંચાલકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

ગોધરા : સફાઇકર્મીઓ વિવિધ માંગણીઓને લઈ હડતાળ ઉપર ઉતરી આવ્યા.

ProudOfGujarat

વડોદરામાં માંજલપુર નાકા પાસે સીટી બસે વૃદ્ધાને અડફેટે લેતા ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

આમોદ તાલુકાના આછોદ ગામે પ્રથમવાર ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!