ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ ભીમરાવની 131 મી જન્મ જયંતિ નિમિતે કરજણ નગર સહિત તાલુકાના આદિવાસી સમાજના યુવાનો દ્વારા બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સુમારે બાઈક રેલી જુના બજાર એકતા નગરથી નીકળી કરજણ નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ડી. જે. ના તાલ સાથે ડૉ. બાબા સાહેબ અમર રહો જેવા ગગનભેદી નારાઓથી વાતાવરણ ગજવી મૂક્યું હતું.
રેલી વિવિધ સ્થળોએ પરિભ્રમણ કરી ડૉ. બાબા સાહેબાની પ્રતિમા પાસે પહોંચી હતી. રેલીમાં બાઈકો, ટ્રેક્ટર, તથા રીક્ષાઓ મોટા પ્રમાણમાં જોડાયા હતા. ડૉ. બાબા સાહેબની પ્રતિમાએ બાબા સાહેબ આંબેડકરને ફુલહાર પહેરાવીને રેલીની પુર્ણાહુતી કરવામાં આવી હતી. પ્રાંચી સોલંકી તેમજ દિવ્યરાજ સોલંકી જેવા નાના ભૂલકાઓએ બાબા સાહેબના જીવન ચરિત્ર વિશે ઇંગ્લિશમાં સુંદર સ્પીચ આપી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. કરજણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.
યાકુબ પટેલ, કરજણ
કરજણ ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની 131 મી જન્મજયંતિ નિમિતે બાઈક રેલી યોજાઇ.
Advertisement