વડોદરામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી ગાડીના ડ્રાઈવરની ઘોર બેદરકારીના કારણે બાળકનું અકસ્માતમાં મોત નિપજ્યું છે.
વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના ગાડીના ડ્રાઈવર આજે તાંદલજા વિસ્તારમાં સમીમ પાર્ક ખાતે ગાર્બેજ કલેકશન માટે ગાડી લઈને નીકળેલા હોય તે સમયે સમીમ પાર્ક ખાતે ગાર્બેજ કલેકશન સમયે ગાડી આવતી હોય ત્યારે ગાડી રીવર્સમાં લેવા જતા બાજુમાં રમતા છ વર્ષના બાળકનું ધ્યાન ન હોય અને ડ્રાઇવર પણ આ બાબતે ઘોર બેદરકાર હોય કોઈપણ જાતની સાવચેતી રાખ્યા વગર ડ્રાઈવર ગાડી રિવર્સમાં લેતા માત્ર છ વર્ષનો બાળક ગાર્બેજ કલેક્શનની ગાડીમાં કચડાઈ ગયો હોય, ગાડીમાં કાચડાઈ જતા બાળકનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
અત્રે નોંધનીય છે કે આ બનાવમાં ગાર્બેજ કલેકશનના ડ્રાઈવરની પણ ઘોર બેદરકારી હોય તો બીજી તરફ તંત્ર દ્વારા ડ્રાઇવરોને કોઈપણ જાતની ટ્રેનિંગ આપવામાં આવી ન હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક ફલીત થાય છે.