ખંભાતમાં રામનવમીના દિને નીકળેલ શોભાયાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા જેમાં રાણા સમાજના એક વ્યક્તિનું દુઃખદ અવસાન થતાં રાણા પરિવારે વિધર્મીઓને કડક સજા કરવા માટે સરકાર સમક્ષ માંગ કરી છે.
રામનવમીના દિવસે ખંભાતમાં પરંપરા અનુસાર શ્રીરામ ભગવાનની શોભાયાત્રા નીકળી હોય જે શોભાયાત્રા પર અસામાજિક તત્વોએ શોભાયાત્રા પર પથ્થરમારો કરતાં આ પથ્થરમારામાં ખંભાતના રાણા સમાજના કનૈયાલાલ રાણાનું દુઃખદ અવસાન થતાં રાણા પરિવારે આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. આવા વિધર્મી અને અસામાજિક લોકોના ટોળાને વિખેરી સરકાર દ્વારા વિધર્મીઓને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરેલ છે. આ બનાવના કારણે હિંદુ ધર્મની લાગણી દુભાઇ છે, આ પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ થયા છે. વિધર્મી અને અસામાજિક તત્વો પર કાયદાકીય જોગવાઈઓનો અમલ કરી કનૈયાલાલ રાણાના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે વડોદરા રાણા પરિવાર એ આવેદનપત્ર પાઠવ્યું હતું.
ખંભાતમાં રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારામાં એક વ્યક્તિનું મોત થતાં વડોદરાના રાણા પરિવાર એ આવેદન આપી ન્યાયની કરી માંગ.
Advertisement