વડોદરાઃ રવિવારે રજા હોવાને લીધે ખેલૈયાઓએ અને ગરબા જોવા આવતા લોકોને ભારે હળવાશ હતી. આ કારણસર વડોદરા શહેરના મોટા 14 ગરબાઓમાં જ 3 લાખ ખેલૈયાઓ અને દર્શકો ઊમટી પડ્યાં હતા. શહેરમાં અન્ય નાના મોટા ગરબાની સંખ્યાનો અંદાજ મૂકીએ તો 5.25 લાખ લોકોએ રવિવારે વિવિધ ગરબા ગ્રાઉન્ડ્સ પર નવરાત્રી માણી હતી.
Advertisement
1950થી અેમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઇનઆર્ટસમાં પારંપરિક પરંપરા ધબકે છે. અહીં બીજા રાજ્યોમાંથી આવતાં જ નહીં પણ દેશ-વિદેશની યુવતીઓ પણ અહીં ગરબે ઘૂમતી જોવા મળે છે. સંગીતવૃંદમાં માત્ર દેશી તબલાં, ઢોલક, કોઇ માઇક નહીં.અહીં છે ગરબાની લયબદ્ધ, તાલબદ્ધ ફાઇન આર્ટસ. હાથના હિલ્લોળ અને પગની ઠેસ સાથે ગીત-નૃત્યના લય, સૂર અને તાલનું ભક્તિસભર સંમિશ્રણ હોવાથી ગુજરાતીપણાનો અહેસાસ અનુભવી શકાય છે…સૌજન્ય