વડોદરા શહેરની વાસણા ભાયલી વિસ્તારમાં રહેતી આરાધ્યા ચૌહાણ એ એકસાથે બે રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આટલી નાની વયે જેકી બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરવું એ ખૂબ મોટી વાત છે. જેમાં જેકી બુક ઓફ રેકોર્ડમાં 4:30 મિનિટમાં 5 રુબી ક્યુબ સોલ્વ કર્યા હતા અને એની સાથે હુલા હુપ કરી, ભગવત ગીતાનું પઠન કર્યું હતું. તદુપરાંત ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં 1 મિનિટમાં બે રુબી ક્યુબ સોલ્વ કર્યા હતાં. આરાધ્યા છેલ્લા 2 વર્ષથી આ રુબી ક્યુબ શીખી રહી છે. તથા 3 વર્ષની હતી ત્યારથી માતા સાથે બેસીને ભાગવત ગીતાનું પઠન કરતી આવી છે.
આરાધ્યના પિતા જય ચૌહાણ એ જણાવ્યું કે, દીકરીઓ એ દીકરા કરતા પણ હોશિયાર હોય છે. જરૂર છે તો ફક્ત દીકરીઓને સાથ આપવાની. આજના સમયમાં જેટલું મહત્તમ દીકરાને મળતું હોય છે, એટલું દીકરીને નથી મળતું. જેથી અમે અમારી દીકરીને આગળ વધારીશું તથા અમારા થકી દેશના દરેક માતા પિતાને કહેવા માંગીએ છે કે, દીકરીને ભણાવો – ગણવો, એ તમને માટે હંમેશા ગર્વ જ અપાવશે, જે અમને આરાધ્યા એ અપાવ્યું છે.
વડોદરાની 5 વર્ષીય આરાધ્યા એ એકસાથે બે રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.
Advertisement