Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ડભોઇનાં વૈષ્ણવ પાર્કમાં પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ કર્યુ વિરોધ પ્રદર્શન.

Share

વડોદરાના ડભોઇમાં આવેલ વૈષ્ણવ પાર્કમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે જેથી મહિલાઓ દ્વારા નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વડોદરાના ડભોઇ રોડ પર આવેલ વૈષ્ણવ પાર્કમાં ઘણા સમયથી પાણીની સમસ્યાઓ સર્જાયેલી છે. આ પાર્કમાં ૩૫૦ થી વધુ મકાનો આવેલા છે ત્યાંની સ્થાનિક મહિલાઓનું જણાવવું છે કે કોર્પોરેશનનું પાણી માત્ર અડધો કલાક પૂરતું જ આવે છે તેમાં પણ ફોર્સના અભાવે સોસાયટીના રહેવાસીઓ પાણી ભરી શકતા નથી, સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે પાણીનો ફોર્સ ઓછો હોય છે તેમજ પૂરતા પ્રમાણમાં સોસાયટીના રહેવાસીઓને પાણી મળી રહેતું નથી. આ વિસ્તારમાં વર્ષોથી આ પ્રકારની સમસ્યાઓ છે, દર વર્ષે આ વિસ્તારના કોર્પોરેટરો સત્તાધીશોને જાણ કરવામાં આવે છે તેમ છતાં અમારી પાણીની સમસ્યાનું કોઇ નિરાકરણ થતું નથી. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પૂરતા પ્રમાણમાં વૈષ્ણવ પાર્કમાં રહેતા રહેવાસીઓને પાણી આપવામાં આવતું નથી હીથી આજે સ્થાનિક મહિલાઓએ નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ભક્તિભાવ પૂર્વક નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા..!!

ProudOfGujarat

ભરૂચ શહેરમાં અગાઉ ૭ વાહન ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીને વધુ છ ચોરીના બાઇક સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ ……. જાણો કેવી રીતે….???

ProudOfGujarat

ભરૂચ એલ. સી. બી.એ ભરૂચ દહેજ રોડ પર આવેલ કેસરોલ ટોલ નાકાથી રોકડ રૂપિયાની ચોરી કરનાર ટોલનાકા કર્મચારીને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!