વડોદરા બેંક ઓફ બરોડાના સફાઈ કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. સફાઇ કર્મચારીઓની પડતર માંગણીઓ ન સંતોષાતા આજે બેંકની હેડ ઓફિસની બહાર બેસી વિરોધ કર્યો છે.
વડોદરામાં બેંક ઓફ બરોડાના સફાઈ કર્મચારીઓ દ્વારા તેઓની પડતર માંગણીઓ ન સંતોષાતા અહીં વર્ષોથી કામકાજ કરતા કર્મચારીઓએ અખિલ ભારતીય સફાઈ મજદુર સંઘ દ્વારા બેન્ક મેનેજમેન્ટ સમક્ષ કાયદેસરની નોટિસ આપી માંગપત્ર રજૂ કર્યું છે. આ માંગપત્રમાં જણાવ્યું છે બેન્ક મેનેજમેન્ટ દ્વારા કોન્ટ્રાક્ટ મુદ્દે પડતર માંગણીઓ છે તે સંતોષવામાં આવેલ નથી તેમજ સફાઈ કર્મચારીઓને કોન્ટ્રાકટ સિસ્ટમથી ચલાવવામાં આવે છે જેને કાયમી કરવાની પણ રજૂઆત કરાઇ છે, જ્યાં સુધી સફાઇ કર્મીઓની માંગ ન સંતોષાય ત્યાં સુધી બેંકના એન્ટ્રી ગેટની બહાર બેસી સફાઈ કામદારો અનિશ્ચિત મુદ્દત સુધી હડતાળ ચાલુ રાખશે તેમ બેંક ઓફ બરોડાના સફાઇ કર્મીઓએ જણાવ્યું છે.
વડોદરામાં બેંક ઓફ બરોડાના સફાઇ કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ.
Advertisement