Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં સ્ટેટ મોનિટરિંગની ટીમ પર હુમલો કરનાર છ આરોપીઓ ઝડપાયા.

Share

વડોદરાના સમા વિસ્તારમાં ગતરાત્રીના પોલીસ દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગની ટીમ પર હુમલો થયો હોય હુમલો કરી દારૂના બુટલેગરો ઘટના સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ થયા હોય જે બનાવમાં આજે વડોદરા સમા પોલીસ સ્ટેશને છ આરોપીઓને ઝડપી પાડયા છ.

આ બનાવની મળતી વિગતો અનુસાર વડોદરામાં સમા નવીનગરી ખાતે બુટલેગર ધીરજ પાંડે નામનો શખ્સ દારૂનું વેચાણ કરતો હોય જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગના પીએસઆઇ એસ.જી રાઠવા અને સ્ટાફ દ્વારા ખાનગી વાહનમાં પહોંચી બુટલેગર ધીરજ પાંડેના સાગરીત દિલીપ ડામોર ને દારૂ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ હોય પરંતુ પોલીસ અને બુટલેગર વચ્ચે ઘર્ષણ સર્જાતા આ વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હોય અને સ્ટેટ મોનિટરિંગની ટીમ પર લોકોએ પથ્થરમારો કર્યો હોય જેમાં બુટલેગરના સાગરિત ફરાર થવામાં સફળ થયેલ હોય જે કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ છ આરોપીઓને ઝડપી પાડયા છે. જેમાં બે મહિલા આરોપીઓનું પણ સમાવેશ થાય છે, પોલીસે આરોપી સહિત દારૂનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે તેમજ આરોપી પાસેથી દારૂના હિસાબ કિતાબની એક ડાયરી પણ જપ્ત કરેલ છે આ કેસમાં આગળ વધુ તપાસ સમા પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ સહિત જિલ્લાઓમાં કમોસમી વરસાદ વિરામ લેતા ધુમ્મસનું વાતાવરણ જામ્યું

ProudOfGujarat

ભરૂચ, અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં ૬ વ્યક્તિઓ ઘાયલ.

ProudOfGujarat

अंतरराष्ट्रीय फॉरमेट में रिलीज हआ अमेज़ॉन प्राइम ओरिजनल का “ब्रीद”!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!