સમા નવીનગરી ખાતે બુટલેગર ધીરજ પાંડે દ્વારા દારૂનું વેચાણ ચાલતું હોવાની બાતમી મળતા જ આજે સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ એસ જે રાઠવા અને સ્ટાફ ખાનગી વાહનમાં નવીનગરી પહોંચ્યા હતા જ્યાં બુટલેગરના સાગરિત દિલીપ ડામોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જોકે પીએસઆઇ અને બુટલેગર વચ્ચે બોલાચાલી થતા લોકટોળા એકત્ર થયા હતા અને જોતજોતામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલ એ કબજે કરેલ મુદ્દામાલ સાથે દિલીપ ડામોર ફરાર થવામાં સફળ થયો હતો.
જોકે પથ્થરમારાના બનાવમાં સ્ટેટ મોનીટરીંગ સેલની કારના કાચ તૂટી ગયા હતા જ્યારે પીએસઆઇ એસ.જી રાઠવા ને હાથ પર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ સમા પોલીસને થતાં જ પોલીસ તાબડતોબ સ્થળ પર દોડી ગઇ હતી પરંતુ બુટલેગરના સાગરિત નહીં મળતા ખાલી હાથ પોલીસ સ્ટેશન પરત ફરવું પડયું હતું. ઘટનાને પગલે સ્ટેટ મોનીટરીંગ સેલના પી એસ આઇ એસ જે રાઠવા એ સ્ટાફ સાથે સમા પોલીસ સ્ટેશન આવી બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સમા પોલીસે ફરાર બુટલેગર ધીરજ પાંડે અને દિલીપ ડામોર સહિતની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
વડોદરાના સમા વિસ્તારમાં બુટલેગરને ત્યાં દરોડા પાડવા ગયેલ સ્ટેટ મોનીટરીંગ સેલ પર પથ્થર મારો કરી હુમલો કરાતાં મામલે નોંધાયો ગુનો.
Advertisement