વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ આજે સરકાર સમક્ષ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. તેઓની મુખ્ય માંગ પેન્શન પૂરું પાડવાની છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ આજથી આંદોલનનાં માર્ગે ઉતર્યા છે. ઘણા લાંબા સમયથી કોર્ટે આ બાબતે આદેશ કર્યો હોવા છતાં ચોથા વર્ગના તમામ કર્મચારીઓને કાયમી ન કરતા અને પેન્શનની પણ કોઈ જોગવાઈ ન કરતા આખરે આજે તમામ કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. આ અગાઉ આ પ્રકારનું આંદોલન ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા કરાયું હતું તે સમયે વડોદરા પાલિકાએ કર્મચારીઓને કાયમી કરવાની બાંહેધરી આપતા આંદોલન સમેટાઈ ગયું હતુ. ઉચ્ચ કક્ષાએ રજુઆત કર્યા બાદ પણ તેઓની સમસ્યાનું કોઇ નિરાકરણ ન આવતા બુઢાપાનો સહારો પેન્શન કહેવાય છે તેઓને મોંઘવારીના સમયમાં ગુજરાન ચલાવવું પણ અશક્ય બન્યું છે. આજે વડોદરામાં 190 કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે, ઉપરાંત 250 જેટલા નિવૃત્ત કર્મચારીઓ પણ આ આંદોલનમાં જોડાયા છે. સરકાર દ્વારા મોંઘવારીનો માર વધતો જાય છે તેવા સંજોગોમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર ચોથા વર્ગના કર્મચારીઓ કામ કરે છે તેઓના પગાર પણ અપૂરતા હોય પેન્શનની કોઈ જોગવાઈ ના હોય ૩૦થી ૩૫ વર્ષ સુધી નોકરી દરમિયાન તેઓને કાયમી ના કરવામાં આવતા આજે છેલ્લે ભૂખ હડતાળ પર ઉતરી તમામ કર્મચારીઓએ સરકાર સમક્ષ તેઓની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે તેમ જણાવ્યું છે.