સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે ગૌણ સેવા પરીક્ષા મંડળ દ્વારા એલઆરડી ભરતી માટે લેખિત પરીક્ષાઓ આજે યોજાઈ જેમાં વડોદરા ખાતે 104 પરીક્ષા કેન્દ્ર પર 20210 ઉમેદવારો પરીક્ષા આપશે.
તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. ઘણા લાંબા સમય બાદ એલ આર ડી ની ભરતી પ્રક્રિયાની પરીક્ષા યોજાઇ હોય જેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં ન આવે તેનું પોલીસના લોખંડી બંદોબસ્ત દ્વારા ધ્યાન આપવામાં આવશે. છેલ્લા ચાર વર્ષથી આ પરીક્ષાઓ લેવાઇ નથી આજે બહોળા પ્રમાણમાં પરીક્ષા આપનાર કેન્ડિડેટ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. સરકાર સમક્ષ એવી અપીલ પણ કરી હતી કે આ પરીક્ષામાં કોઈ પણ જાતની ગેરરીતિ આચરવામાં ન આવે ઉમેદવારોને યોગ્ય ન્યાય મળી રહે તે માટે સરકાર દ્વારા પણ કોઈપણ ઉમેદવાર ચાલુ પરીક્ષામાં ક્લાસ રૂમની બહાર ન નીકળે ઉમેદવારો માટે પીવાના પાણી સહિતની વ્યવસ્થા ક્લાસરૂમમાં જ કરવામાં આવેલી છે.
વડોદરામાં ગૌણ સેવા પરીક્ષા મંડળ દ્વારા એલઆરડી ની ભરતીની લેખિત પરીક્ષા યોજાઈ.
Advertisement