Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના જવાહર નગરમાં બાળકી સાથે પિતરાઇ ભાઇએ દુષ્કર્મ આચરતા ખળભળાટ.

Share

વડોદરાના જવાહર નગર પોલીસ મથકની હદમાં પરમ દિવસે ૭ વર્ષની બાળા પર પિતરાઈએ જ દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે જે અંગે જવાનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ પિતરાઈ ભાઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જવાહર નગર પોલીસ મથકની હદમાં આવેલ રામપુરા ગામમાં રહેતા પરિવારની સાત વર્ષની દીકરી મહુડો વીણતી હતી તે દરમિયાન તેના જ ૨૨ વર્ષીય પિતરાઈભાઈ કમલા એ ચોકલેટ આપવાના બહાને ટ્રેકટર પાછળ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, જે અંગે બાળકી ઘરે રડતા રડતા પહોંચતા પરિવારને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી ત્યારે પરિવારે જવાહરનગર પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે બાળકીનો પિતરાઇભાઇ કમલાની તપાસ હાથધરી ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયો હતો. આરોપી કમલા ઉપર ઇ.પી.કો કલમ 376 અને પોસ્કો સહિતની વિવિધ કલમ લગાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અક્ષયતૃતીયાનાં દિવસે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસની લગ્ન પ્રસંગોમાં બાજ નજર રહેશે.

ProudOfGujarat

વિસાવદર નગરપાલિકા દ્વારા શહેરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો.

ProudOfGujarat

કેવડીયા ખાતે આરોગ્ય વન, ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્ક, સરદાર સરોવર નર્મદા ડેમ, રિવર રાફટીંગ, કેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન તેમજ એકતા નર્સરીની મુલાકાત લેતા ગુજરાતના મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!