Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબોની હડતાળનો પાંચમા દિવસે અંત.

Share

વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી સરકારી તબીબો હડતાળ પર ઉતર્યા હતા, સરકાર સાથે વાટાઘાટો થતાં તેઓની માંગ સંતોષાય જતા આજે આ હડતાળનો અંત આવ્યો છે. તમામ ડોક્ટરો એકબીજાના મોં મીઠા કરી હડતાળ સમેટી લીધી હતી.

વડોદરાના સરકારી તબીબોની હડતાળનો અંત આવતા સયાજી હોસ્પિટલના તબીબોએ ગરબા રમી ખુશી વ્યક્ત કરી હતી. આરોગ્ય મંત્રી સાથે આજે સવારે તબીબી પ્રતિનિધિ મંડળની બેઠક મળી હતી જે બેઠકમાં તબીબોની અધુરી માંગ પૂરી કરવા માટે સરકારે તબીબોના હિતમાં નિર્ણય લીધો હતો. આજે વડોદરાના સરકારી તબીબોની હડતાળનો અંત આવ્યો હતો તમામ ડોક્ટરો એકબીજાના મોં મીઠા કરી ગરબા રમી ખુશી વ્યક્ત કરી હતી. આજથી ફરીથી ડોક્ટરો ઓપીડીમાં ઈમરજન્સી સેવાઓમાં હાજર થશે તેમ તબીબી પ્રતિનિધિ એ જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) અને ઘોઘંબા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસનો ઉજવણી કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

વડોદરામાં લાકડીપુર ખાતે ખુલ્લી કાંસની સાફ સફાઇ હાથ ધરાઈ.

ProudOfGujarat

પંચમહાલની જીવાદોરી સમાન પાનમડેમના ત્રણ દરવાજા ખોલવામા આવતા પાનમ બે કાંઠે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!