એકતાનગર કેવડિયા ખાતે ન્યાય તંત્ર દ્વારા શનિવારથી બે દિવસની જ્યુડિશિયલ પરિષદનું આયોજન કરાયું છે જેમાં વિવિધ રાજ્યના હાઇકોર્ટના ન્યાયાધીશો અને સર્વોચ્ચ અદાલતના ટોચના ન્યાયાધીશો વડોદરાના હરણી એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
વડોદરા પ્રશાસન દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. એકતા નગર ખાતે કેવડિયામાં અખિલ ભારતીય જજીસ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે વિવિધ રાજ્યોના મુખ્ય ન્યાયમૂર્તિ ( ચીફ જસ્ટિસ) સહિત વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ આજે વડોદરાના હરણી એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા આ તકે જિલ્લા પ્રશાસનના તમામ પદાધિકારીઓએ ઉપસ્થિત રહી તમામ ન્યાયાધીશોનું કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કર્યું હતું. હરણી એરપોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાંથી વિવિધ રાજ્યોના ન્યાયમૂર્તિઓ કેવડિયા ખાતે આવી પહોંચતા વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા તમામ ન્યાયાધીશોનું અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ ન્યાયમૂર્તિ એકતાનગર ખાતે પ્રસ્થાન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય કાયદા મંત્રી કિરણભાઈ રીજજુ,કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા વિવિધ દેશ તથા રાજ્યના ન્યાયમૂર્તિઓ ઉપસ્થિત રહેશે. હરણી વિમાન મથક એ મહેમાનોનું સ્વાગત કરવા કલેકટર અતુલ ગોર તેમજ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાના હરણી એરપોર્ટ ખાતે કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા ન્યાયમૂર્તિઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું.
Advertisement