વડોદરામાં તાજેતરમાં પૂર્વ વિસ્તારમાં પીવાના પાણી મુદ્દે મસમોટું કૌભાંડ બહાર આવ્યું હોય જે મામલે શિવસેનાના ઉપપ્રમુખ તેજસ બ્રહ્મભટ્ટ દ્વારા વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે.
વડોદરામાં પૂર્વ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા જનતાને આપવાનું પીવાની પાણી બારોબાર વેચી દેવામાં આવતા સત્તાધીશોએ દ્વારા પાણીનો વેપલો કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો હતો. જેમાં આગળ કર્મચારીઓ પર કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવ્યા નથી. માત્ર નાટકીય ઢબે ડ્રાઇવરને ફરજ પરથી દૂર કરી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કાયદાકીય તપાસ કરવામાં આવે તો આ પાણીના વેપલામાં ક્યાં ક્યાં ? સત્તાધીશોની સંડોવણી છે ? તે સહિતની બાબતોનો તાગ મળી શકે છે. શાસકો અને કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના અને પદાધિકારીઓ દ્વારા આ બાબતે ઢાંકપિછોડો કરવામાં આવે છે તે સમજાતું નથી આથી વડોદરા શિવસેનાના ઉપપ્રમુખ તેજસ બ્રહ્મભટ્ટ દ્વારા પાણીની ગેરરીતિ અંગે કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરી વિજિલન્સ તપાસની માંગણી કરેલ છે.
વડોદરા : પૂર્વ વિસ્તારમાં પાણીનાં વેપલાના કૌભાંડમાં વિજિલન્સ તપાસની માંગ કરતી શિવસેના.
Advertisement