Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના યુવાને બીફ્રેન્ડ નામની એપ્લિકેશન બનાવી માનસિક અશાંતિમાંથી પસાર થઇ રહેલા વ્યક્તિની ઓનલાઇન સારવાર કરવાની પહેલ કરી.

Share

બહુ પ્રચલિત મનોવૈજ્ઞાનિક તથ્ય કે દુઃખ વહેંચવાથી ઘટે છે, માનસિક શાતા મળે છે. પણ, આજના યુગમાં દુઃખ કે માનસિક વ્યાધિ આવી પડે ત્યારે ખાસ કરીને યુવાનો દુઃખ કે વ્યથા વહેંચી શકતા નથી. યુવાનોને પોતાની વાત શેર કરતાં ખચકાય છે. આવી જ ઘટના વડોદરાના એક યુવાન સાથે બન્યું અને એમાં સર્જાયું અનોખું સ્ટાર્ટઅપ.

વાત જાણે એમ છે કે, હકીમુદ્દીન વહોરા નામનો યુવાન એમ. એસ. યુનિવર્સિટીમાં બીસીએમાં અભ્યાસ કરતો હતો, તેવા જ સમયે કાપડનો વ્યવસાય કરતા તેમના ૫૪ વર્ષીય પિતા અલી અઝગરભાઇને હાર્ટએટેક આવ્યો. પિતાની આ માંદગીમાં જાજો ખર્ચ થયો. એ દરમિયાન હકીમુદ્દીનનો અભ્યાસ પૂરો થવાની અણી પર હતો. એથી તેમની આગળ મોટો પ્રશ્નાર્થ હતો કે હવે શું કરવું ? તે માનસિક ચિંતામાં સરી પડ્યો. સામાન્ય રીતે કોઇ પણ શાખામાં ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીને તેના અંતિમ વર્ષમાં અભ્યાસ દરમિયાન આ પ્રશ્ન બહુ જ સતાવતો હોય છે. પણ, હકીમુદ્દીન પોતાના મનની વાત કોઇને કહી શક્યો નહીં.

Advertisement

તેમણે પ્રચલિત સોશ્યલ મીડિયા ઉપર સાવ અજાણી વ્યક્તિ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. પોતાની સમસ્યા શેર કરવાનું શરૂ કર્યું. તેમાંથી કેટલાક લોકોએ એમની વાત સાંભળી. તેમાંથી હકીમને વિચાર સ્ફૂર્યો. બી-ફ્રેન્ડ નામક સ્ટાર્ટઅપનો ! અનેક લોકો માનસિક સમસ્યાઓથી ગ્રસ્ત હોઇ છે. તેઓ પોતાનું કાઉન્સેલિંગ કરાવી શકતા નથી. તેમને એવો ડર લાગે છે કે માનસિક સમસ્યાની સારવાર કરાવશું તો કોઇ તેમને પાગલ સમજી લેશે. આ બાબતને લઇને તેમણે શરૂ કરી બીફ્રેન્ડ નામની એન્ડ્રોઇડ એપ્લિકેશન ! જેમાં તમારી સમસ્યાને સાંભળવામાં આવે છે અને તેની પેસીવ સારવાર આપવામાં આવે છે. તેમણે વર્ષ ૨૦૧૮ માં બી-ફ્રેન્ડ હેઝટેક ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની નોંધણી કરાવી.

આ કંપનીના સ્ટાર્ટઅપને એમ. એસ. યુનિવર્સિટી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૫૦-૫૦ હજાર તથા આઇ-હબ દ્વારા રૂ. ૧ લાખ મળી કૂલ રૂ. બે લાખની સહાય મળી. કેપિટલ માટે હકીમના પિતાએ પણ રૂ. એક લાખની વ્યવસ્થા કરી આપી. બી-ફ્રેન્ડ એપ ધીમેધીમે પ્રચલિત થવા લાગી છે. ખાસ કરીને કોરોના પછીના કાળમાં માનસિક ભય ધરાવતા લોકો તેનો મહત્તમ ઉપયોગ કરતા થયા છે.

હકીમે પોતાના અનુભવોના આધારે બી-ફ્રેન્ડમાં ફ્રેન્ડલી ફિચર્સ બનાવ્યા છે. જેમાં વ્યક્તિ પોતાની ઓળખ જાહેર કર્યા વીના ચેટ કરી શકે છે. આ એપમાં કલરનો ઉપયોગ કરીને તેમારા વ્યક્તિ, તમારી જરૂરિયાતનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેને ક્રોમોલોજી કહેવામાં આવે છે. રેડ, બ્રાઉન, યેલો, ગ્રિન, બ્લ્યુ, મજેન્ટા, ઓરેન્જ કલરને ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવે છે. તેના આધારે વ્યક્તિત્વનું વિશ્લેષણ થાય છે. તેની ચોક્કસાઇ ૭૫ ટકા જેટલી હોઇ છે.

આ ઉપરાંત ગ્રાફોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તમારા હાથથી લખેલા લખાણને આધારે એસેસમેન્ટ થાય છે. તેની એક્યુરસી ૮૫ ટકા જેટલી રહે છે. જેના આધારે સ્ટ્રેસ, ટ્રોમા, સ્કીલ, એન્ઝાઇટી, સામાજિક ડર સહિતની બાબતો જાણી શકાય છે. આ બાબતોને જાણી તેમને પેસીવ થેરેપી આપવામાં આવે છે. તેમાં વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

મનોવિજ્ઞાન ભવન સાથે સંકલન સાધી ૧૦ લિસનર્સ જોડવામાં આવી છે. એપ ઉપયોગકર્તાની વાતોને કોઇ પણ પક્ષપાત કર્યા વિના સાંભળવા માટે તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત નિષ્ણાંત મનોચિકિત્સકોની પણ સેવા લેવામાં આવે છે.

હાલમાં બી-ફ્રેન્ડ એમ. એસ. યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરમાં કાર્યરત છે. જ્યાં તેમને યુનિવર્સિટીના નિષ્ણાંતોનું વિવિધ તબક્કે માર્ગદર્શન મળી રહે છે. તેમની ટીમમાં નિષ્ણાંત સાયકોલોજીસ્ટ ઉપરાંત હુજેફા વહોરા, રુકિયા હટસન, ઉત્તમ પ્રસાદ પણ કામ કરી રહ્યા છે.


Share

Related posts

રાજકોટના જેતપુરમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર 3 આરોપી ઝડપાયા

ProudOfGujarat

ભરૂચથી વડોદરા તરફ જતી બોલેરો પીકઅપ ગાડીમાંથી લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર, 7મેએ તમામ 26 બેઠકો પર મતદાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!