સરકારી ક્ષેત્રે ફરજ બજાવતા તબીબો દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં તેઓની માંગણીઓ ન સંતોષાતા અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે જેના ભાગરૂપે વડોદરામાં પણ આજે ત્રીજા દિવસે સરકારી ફરજ પરના તબીબોએ હડતાળને યથાવત રાખી છે.
આ મુદ્દે વડોદરાના ડોક્ટરનો વિજયસિંહ રાઠોડ જણાવે છે કે અમારી છેલ્લા દસ વર્ષથી પડતર માંગણીઓ છે જે સંતોષાતી નથી જેને લીધે આજે અમે સતત ત્રીજા દિવસે અચોક્કસ મુદ્દતની હડતાળ કરેલ છે. છેલ્લા દસ વર્ષથી સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવેલ નથી તે સહિતની અનેક માંગણીઓ છે જેને સરકારે સ્વીકારેલ ના હોય આથી વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબોએ આજે રામધૂન બોલાવી સતત ત્રીજા દિવસે હડતાળ ચાલુ રાખેલ છે. જ્યાં સુધી અમારી પડતર માંગણીઓ સરકાર સ્વીકારશે નહીં ત્યાં સુધી આ હડતાળ યથાવત રહેશે તેમજ જો આગામી સમયમાં સરકાર દ્વારા આ કોઈ વાટાઘાટો કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર અને જલદ બનશે એવી પણ ચિમકી સરકારી તબીબો એ આપેલ છે.
વડોદરાના તબીબો એ સતત ત્રીજા દિવસે રામધૂન સાથે વિરોધ પ્રદર્શન કર્યું.
Advertisement