વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીના મુદ્દે મહિલાઓએ થાળી વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
વડોદરાના પૂર્વ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી કોર્પોરેશન દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી જે પાણી આપવામાં આવે છે તે પણ અત્યંત દુર્ગંધ યુક્ત અને ગંદુ પાણી હોય છે.
છેલ્લા બે દિવસથી મહિલાઓ કલેકટર કચેરી સહિતના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરે છે પરંતુ આ રજૂઆતોને સત્તાધીશો દ્વારા ધ્યાને લેવામાં ન આવતા આજે અહીંની મહિલાઓએ થાળી વગાડી ગંદુ અને અપુરતું પાણી આવે છે તેનો વિરોધ કર્યો હતો. તેમજ વધુમાં આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું છે કે અહીંના કોર્પોરેટરો અને સત્તાધીશો માત્ર ચૂંટણીના સમયે જ આવે છે, જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં અમારો સમગ્ર વિસ્તાર કોઈપણ પક્ષને મત નહીં આપે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
Advertisement