કરજણ નવાબજાર એસ.ટી. ડેપો જવાના માર્ગ ઉપર પમ્પીંગ સ્ટેશન પાસે બે જબરદસ્ત બાહુબલી આખલા બાખડતાનો વિડીયો વાયરલ થયો. આ યુદ્ધ લગભગ અડધો કલાક ચાલ્યું. બે આખલાને છુટા પાડવા આસપાસના લોકોની ઘણી મહેનત બાદ આખલા છુટા પડ્યા હતા. આવા ભયંકર આખલાના યુદ્વમાં નાના બાળક કે પછી વૃદ્વ વડીલો કે પછી વાહન ચાલક વચ્ચે અડફેટમાં આવી જાય અને કોઈ ગંભીર બનાવ બનશે તો જવાબદાર કોણ? આખલાના માલિક કે વહીવટી તંત્ર ? એક તરફ કરજણ નગરપાલિકા કરજણ શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓને લઈને નાના મોટા લારી ગલ્લા અને કેબીનોના દબાણો દૂર કરી. દબાણ હટાવોની જુંબેશ હાથ ધરી હતી. લારી ગલ્લાવાળાઓથી પણ ગંભીર પરિસ્થિતિ રોડ પર બેસેલા તેમજ રખડતા ઢોરની ટ્રાફિક સમસ્યા તેમજ જીવ જોખમી વધુ નજરે પડે છે છતાય વહીવટી તંત્ર ચૂપ કેમ? શું કરજણમાં રખડતા પશુ પાલકોના માલિકો સાથે સાઠગાંઠ છે તેવું લોકચર્ચાએ જોર પકડયું છે. ગુજરાત સરકારે હાલમાં રખડતા ઢોર પર કડક કાયદો પસાર કર્યો છે. તો શું કરજણ નગરપાલિકા આ કાયદાનું પાલન કરાવશે કે કેમ તે આવનાર સમય બતાવશે.
યાકુબ પટેલ, કરજણ