વડોદરામાં સરકારી હોસ્પિટલના ડોક્ટરોની હડતાળનો આજે બીજો દિવસ હોય શહેર અને જિલ્લાના કુલ ૬૦૦ થી વધુ ડોકટરો હડતાળ ઉપર ઉતરતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
વડોદરામાં સરકારી ડોક્ટરોની હડતાળ આજે બીજો દિવસ હોય ડોક્ટરોએ આજે રામધુન કરીને સરકાર સમક્ષ પોતાની માંગણીઓનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. શહેર અને જિલ્લાના મળીને કુલ ૭૦૦ થી વધુ ડોકટરો હડતાળ ઉપર ઉતર્યા હોય વડોદરાનાં એસ.એસ.જી, ગોત્રી હોસ્પિટલ, ઇ.એસ.એઇ, સી.એચ.સી, પી.એચ.સી સહિતના ડોક્ટરો પણ આ હડતાળમાં જોડાયા હોય. આથી સમગ્ર વડોદરા જિલ્લાના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આજે વડોદરાના ડોક્ટરોએ જણાવ્યું હતું કે અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આ હડતાળ અવિરત ચાલુ રહેશે. દર્દીઓને હાલાકી ન પડે તે માટે આજથી જુનિયર ડોક્ટરો ફરજ પર હાજર થયા છે પરંતુ સિનિયર ડોક્ટરઓ ફરજ પર હાજર ન થતા સર્જરી વિભાગ તેમજ મેડિસિન વિભાગમાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
વડોદરામાં સરકારી તબીબોની હડતાળથી દર્દીઓને ભારે હાલાકી
Advertisement