Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરાનાં સાવલીમાં 602 યુગલોના સમૂહલગ્ન યોજાયા.

Share

સાવલી ખાતે ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર પ્રેરિત મહેન્દ્રભાઇ જશભાઇ ટ્રસ્ટ દ્વારા આયોજિત સાતમાં સમુહલગ્ન સમારોહમાં નવપરિણીત યુગલોને આશીર્વચન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધુમાં ઉમેર્યું કે, સામાન્ય રીતે કોઇ વ્યક્તિ રીતે થતાં લગ્નમાં એક જ સમાજના બે કુટુંબો મળે છે. પણ, સમુહલગ્નમાં સૌ કોઇ મળી લગ્નપ્રસંગને મનાવે છે.

ઉક્ત સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, જ્ઞાતિબાધ વીના થતાં સમુહ લગ્નોમાં વિવિધ સમાજ અને જ્ઞાતિના પરિવારો એક મંડપ નીચે એકઠા થાય છે. આ બાબત જ સામાજિક સમરતાનું પ્રતીક બને છે. ગુજરાતમાં તમામ સમાજ એક થશે તો જ રાજ્ય એક બનશે. એકતા અને સામાજિક સૌહાર્દસભર ગુજરાતથી જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનુ સાકાર થશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નાના કાર્યો થકી જ કાર્યકર મોટો થતો હોય છે. આવા કાર્યો થકી જ વ્યક્તિ પોતાની સામાજિક દાયિત્વ નીભાવી શકે છે. અહીં આ ટ્રસ્ટ દ્વારા જે કાર્ય થયું છે, તેનાથી અનેક પરિવારોની લગ્નના આયોજન બાબતની મુંજવણોનું સામાધાન થયું છે. સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં ગુજરાત સરકાર હંમેશા મદદ કરશે, તેવો કોઇ તેમણે અંતે આપ્યો હતો.

Advertisement

લગ્નની ચોળીમાં જઇ મુખ્યમંત્રીએ નવદંપતિઓને આશીર્વચન આપી દામ્પત્યજીવનની શુભકામનાઓ પાઠવી હતી. સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું કે, પરિવાર દ્વારા એક હાથે લગ્ન જેવા શુભપ્રસંગોનું આયોજન કરવું એ મુશ્કેલભર્યું કાર્ય હોય છે. પણ, આવા સમુહલગ્નોથી અનેક પરિવારોની આવી સમસ્યાનું સરળ સમાધાન થઇ જાય છે. ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારે અત્યાર સુધીમાં અનેક પરિવારોની દીકરીઓના લગ્ન કરાવી પુણ્યકર્મ કર્યું છે. સારા કાર્યકર્તાઓ પોતાનો શુભપ્રસંગ સમાજની સાથે રહીને મનાવી પોતાની સૌની સાથે પોતાની ખુશી વહેંચે છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, દીકરા અને દીકરીના જન્મદર અનુપાતમાં ઘણો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. તેના કારણે અનેક પ્રકારની સામાજિક સમસ્યાનું નિર્માણ થયું છે. આ બાબતની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બેટી વધાવો અભિયાન શરૂ કરવાની સાથે દીકરીઓ માટે અનેક પ્રકારની પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે. આ અભિયાન હવે જનઆંદોલન બની ગયું છે. દીકરીઓનું સન્માન વધવાની સાથે તેની સલામતી પણ વધી છે. તેમણે સુકન્યા યોજનાની રૂપરેખા પણ આપી હતી.

ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, તેમના પિતા મહેન્દ્રભાઇ જશભાઇ ઇનામદારના જન્મદિને સમુહ લગ્નું આયોજન કરવામાં આવે છે. તેની આ સાતમી શ્રેણી છે. જેમાં સહભાગી થનારા ૬૦૨ યુગલોને કરિયાવર આપવામાં આવે છે. સાવલીની આ પવિત્રભૂમિ ઉપર અત્યારસુધીમાં ૨૫૩૬ યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા છે. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ટ્રસ્ટ દ્વારા અનુદાનિત સુકન્યા સમૃદ્ધિ યોજનાની એક હજાર બાળકીઓ પૈકી ૧૦ બાળકીઓને પાસબૂકનું વિતરણ કરવામાં આવ્યું છે. શ્રી ઇનામદારને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ, લંડન તરફથી મળેલું સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ પણ એનાયત કરવામાં આવ્યું હતું.

આ વેળાએ મંત્રી મંડળના સદસ્ય જીતુભાઇ વાઘાણી, અર્જુનસિંહ ચૌહાણ, મનિષાબેન વકીલ, નિમિષાબેન સુથાર, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય વી. ડી. ઝાલાવડિયા, મેયર કેયુરભાઇ રોકડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઇ પટેલ, અગ્રણી વિજયભાઇ શાહ, અશ્વિનભાઇ પટેલ, ભાર્ગવભાઇ ભટ્ટ, ભરતભાઇ ડાંગર સહિત ઇનામદાર પરિવાર, સાજનમાજન ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

રાજપીપલામાં “ વિકાસ દિવસ “ નિમિત્તે યોજાયેલો આરોગ્ય સુખાકારીનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

સ્ટેચ્યુ ને જોડતો અંકલેશ્વર રાજપીપલા ધોરીમાર્ગ બિસ્માર બનતા હાલાકી

ProudOfGujarat

ઝઘડીયાનાં વંઠેવાડનાં સરપંચ અને તાલુકા-જિલ્લા પંચાયત વચ્ચે કાનુની જંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!