વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના મામલતદાર એન. કે. પ્રજાપતિની બદલી થતા વિદાય સમારંભ યોજાયો. તેમાં A.F.P.S. કરજણ એસોસીઅનના સભ્યો, શાહ કમલેશ ભાઇ, શાહ પંકજ ભાઇ હસમુખ, પિયુષભાઇ તેમજ મધ્યાહન ભોજનના સભ્યો પુરોહીત નિલેશ ભાઇ, પંકજ ભાઇ ગોહીલ, હિતેન્દ્ર સીંહ પરિહાર તેમજ કરજણ મામલતદાર સ્ટાફના સભ્યોએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ નવ નિયુક્ત મામલતદાર એન.વી.તડવીનુ પણ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું.
ત્યારબાદ સર્કલ ઓફીસર દર્શન પટેલે સાલ ઓઢાવી એન. કે. પ્રજાપતિનુ સ્વાગત કરી ક્રાયક્રમને સંબોઘતા જણાવ્યુ હતુ કે પ્રજાપતિ સાહેબ સાથે રહીને ખુબ અનુભવ પણ મળ્યો અને પ્રજાપતિના કાર્યને ખુબ પ્રસંશા થાય છે એ મને ખબર છે હંમેશા તેઓ કાયમ અમોને સલાહ આપતા હતા ને આજે અમારાથી દુર થાય છે તેનુ ખુબ દુખ પણ થાય છે. અગાઉ પણ અમોને જરૂર પડશે તો એમની સલાહ લઇશુ એવી આશા વ્યક્ત કરી હતી.
ત્યારબાદ મામલતદાર એન.કે.પ્રજાપતિએ સંબોઘતા જણાવ્યું હતું કે મારી વિદાય છે ત્યારે બધા મિત્રોની હુ પણ ખુબ સરાહના કરૂ છુ અને મને સાથ આપ્યો તે બદલ આપનો પણ આભાર વ્યક્ત કરૂ છુ જ્યારે પણ સેવા આપીએ છીએ ત્યારે બદલી કે બર્ઘી બન્ને સાથે લઇ જઇએ છીએ અને હુ ગર્વની સાથે એટલુ તો કહીશ કે કરજણ તાલુકો આખા જીલ્લામા બેસ્ટ તાલુકો છે અહીયા હુ નાયબ મામલતદાર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છે અને અહીયા મામલતદાર તરીકે પણ લગભગ ૨ વર્ષ પુર્ણ કર્યા અને ખાસ કરીને બઘા તલાટીઓએ સરપંચોએ પર મને ખુબ સહકાર આપ્યો એ બદલ હુ એમનો પર ઋણી છુ તેમજ બઘાને માફી માગી ક્રાર્યક્રમનું સમાપન કરાયું હતું.
યાકુબ પટેલ, કરજણ