આજે ચૈત્રસુદ એકમે ગુડીપડવો ચેટીચાંદ અને નવરાત્રીનો ત્રિવેણી સંગમ રચાયો જેને પગલે આનંદ ઉલ્લાસના ઓઘ સાથે આધ્યાત્મિક માહોલ વધુ બળવત્તર બન્યો. આજે ચૈત્ર સુદ એકમથી ચૈત્રસુદ નોમ સુધી માતાજીના મંદિરોમાં ભક્તો ભક્તિના રંગે રંગાયા. આજે શનિવારે સવારે ઘટસ્થાપન કરાયુ. આજરોજ શનિવારે મહારાષ્ટ્રીયન સમાજ ગુડી પડવાના પવિત્ર પર્વે ઘરઆંગણે ગુડી બાંધી ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા મુજબ નૂતનવર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી. પ્રભાતફેરી – સંગીતના કાર્યક્રમ યોજાઇ. નૂતનવર્ષે મહારાષ્ટ્રીયનો કૂળદેવીના દર્શન કરી મિષ્ટાન ધરાવતા હોય છે. એકબીજાને શુભકામનાઓ પાઠવી શહેરમાં ગૂડીપડવો, ચૈત્ર નવરાત્રી ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી. એકસાથે ત્રણ તહેવાર સાથે આવતા શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળ્યો.
Advertisement