પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરમાં બેફામ વધારો થતાં વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મહેંગાઈ મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસની કિંમતમાં એક બેફામ વધારો થતાં આજે વડોદરા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પોતાનું ગુજરાત હાલના સંજોગોમાં વધી રહેલી મોંઘવારીમાં કેવી રીતે ચલાવે તે સહિતના પ્રશ્નો સર્જાયા છે. તેલના ભાવમાં પણ ધરખમ વધારો ઝીંકાયો છે. રોજબરોજની વસ્તુઓ દૂધ, શાકભાજી, કઠોળ, અનાજ સહિતના ભાવ દિનપ્રતિદિન વધતા જાય છે. મોંઘવારીના માર માં પ્રજા પીડાય છે, આથી ‘મહેંગાઈ મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો. રાંધણ ગેસની બોટલને ફૂલનો હાર પહેરાવ્યો હતો તેમજ પેટ્રોલના ભાવ વધારા સામે બાઇકને પણ ફૂલહાર કરી વિરોધ દર્શાવ્યો હતો. આ તકે મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કરજણ તાલુકાના મહિલા પ્રમુખ, ઉપપ્રમુખ, કરજણ શહેર પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકરો એ હાજરી આપી મોધવારી, પેટ્રોલ, ડીઝલ ગેસના વધતા જતા ભાવના ભારે સુત્રોચ્ચાર કરી વિરોધ કરેલ હતો.
યાકુબ પટેલ, કરજણ