Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા પેન્શન વિભાગના કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાની માંગણી સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો.

Share

ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શનની માંગ ઉઠી છે જેના અનુસંધાને આજે વડોદરાના કુબેર ભવન ખાતે આવેલ પેન્શન વિભાગના કર્મચારીઓ દ્વારા પણ આ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

સમગ્ર રાજ્યભરમાં ગુજરાત સરકાર દ્વારા નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે જેના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં સરકારી કર્મચારીઓ વિવિધ રીતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. આજે વડોદરાના કુબેર ભવન ખાતે પેન્શન વિભાગના કર્મચારીઓએ પણ નવી પેન્શન યોજનાને નાબુદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગણી કરી છે. રાજ્યભરમાં તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી રહ્યા છે. નવી પેન્શન યોજનામાં યોગ્ય લાભ ન મળતા હોવાથી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે અન્યથા આગામી દિવસોમાં સરકાર સમક્ષ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ કર્મચારીઓએ આપી છે.

Advertisement

Share

Related posts

વિરમગામ તાલુકાના મેલજ ખાતે આજીવીકા દિવસની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

નર્મદા-ઉપરવાસમાંથી  32460 ક્યુસેક પાણીની આવક-24 કલાકમાં ડેમમાં  2.5  મીટરનો વધારો..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે માસ્ક, સેનેટાઇઝરનુ વિતરણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!