વડોદરામાં સતત વધતાં પેટ્રોલના ભાવ વધારાને કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરા કોંગ્રેસના આગેવાનો દ્વારા રસ્તા પર ઉતરી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને નારાબાજી કરવામાં આવી હતી.
પેટ્રોલનો દિનપ્રતિદિન સતત ભાવ વધતો જાય છે, રાંધણગેસના ભાવમાં પણ એકાએક રૂપિયા ૫૦ નો વધારો ઝીંકી દેવામાં આવતા તેમજ રોજબરોજની જરૂરિયાતની ચીજવસ્તુઓ જેમ કે દૂધ, અનાજ, મસાલા, ખાદ્ય સામગ્રીઓમાં સતત ભાવ વધારાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ તકે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે શાકભાજીથી માંડી અનાજ અને મસાલાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે તેવા સંજોગોમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. દૂધનો ભાવ પર પ્રતિ લીટર 60 થી 70 રૂપિયા થતા ગૃહિણીઓ કઈ વસ્તુઓ ખરીદી કરે અને કઈ વસ્તુ ના ખરીદે તેવા પણ અનેક પ્રશ્નો સર્જાયા છે? પેટ્રોલ અને રાંધણગેસના ભાવમાં દિનપ્રતિદિન સતત વધારો થતો જાય છે, ભાજપ સરકાર દ્વારા કોઈપણ રીતે આ ભાવ વધારાને અંકુશમાં લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં નથી આવતા તેવા સંજોગોમાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો. આગામી તારીખ 2 ના રોજ પણ વડોદરા ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
વડોદરામાં પેટ્રોલ અને રાંધણગેસના ભાવમાં વધારો ઝીંકાતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો.
Advertisement