કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનની સુવિધાઓ બંધ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્ય સરકારની સુચના મુજબ આજથી તમામ શાળાઓમાં મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી છે. વડોદરાની ૧૨૦ જેટલી નગર પ્રાથમિક શાળાઓમાં આજે મધ્યાહન ભોજન બાળકોને પીરસવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય સરકારની સુચના મુજબ કોરોના મહામારી બાદ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં પડેલી મધ્યાહન ભોજન યોજનાનો આજે ફરી એક વખત પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોરોના બાદ શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત થતાં પી.એમ પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજનની સુવિધાનો વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મધ્યાહન ભોજન શરૂ કરાતા અક્ષય પાત્ર ભોજન પીરસવામાં આવ્યુ હતું. આ ભોજન પણ ખૂબ જ શુદ્ધ અને સાત્વિક અને પૌષ્ટિક હોવાથી બાળકોને પૂરતું પોષણ મળી રહેશે.
Advertisement