Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગાંધીનગર વિધાનસભામાં ઘેરાવ કાર્યક્રમમાં જઈ રહેલા કરજણ તાલુકા કોંગી કાર્યકરોની કરજણ પોલીસે કરી અટકાયત.

Share

ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભા ઘેરાવ કાર્યક્રમમાં જઈ રહેલા કરજણ તાલુકા કોંગ્રેસના કાર્યકરોને કરજણ પોલીસે અટકાયત કરી હતી. રોજબરોજ મોંઘવારી તેમજ શિક્ષિત બેરોજગારી અને પેપરલીક આક્ષેપના મુદ્દે ગાંધીનગર વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ગાંધીનગર વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં ગામડાઓમાંથી તેમજ શહેરોમાંથી કોંગી કાર્યકરો ભેગા થઈ આંદોલન કરવાનાં હતા.

તે બાબતની જાણ થતા કરજણ પોલીસ એક્શનમાં આવી હતી થઈ હતી અને કરજણ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આજે તા. 28/03/2022 ના રોજ સવારે કોંગ્રેસ શહેર પ્રમુખ, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુભાઇ પટેલ, કોંગી અગ્રણી ભાસ્કર ભાઈ ભટ્ટ તેમજ કોંગ્રેસ યુવા યુથ પ્રમુખ ભૌમિક પટેલની તેઓના નિવાસ સ્થાનેથી કરજણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

સુપ્રીમ કોર્ટે 377 ની કલમ પર ફેર વિચારણા કરી 3 જજો મારફતે બંધ બારણે નહિ પણ ખુલ્લામાં ચલાવશે જે ખુબજ ઐતિહાસિક નિર્ણય છે…માનવેન્દ્રસિંહ ગોહિલ.

ProudOfGujarat

નડિયાદમાં વરસાદના હળવા ઝાપટા બાદ બફારો અને ઉકળાટ.

ProudOfGujarat

ભરૂચ વિઘાનસભા મતદાર વિભાગના જુદાં જુદાં સ્થળો પર ચાલતા તાલીમ વર્ગોની જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ મુલાકાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!