Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓને કલેકટરે પુષ્પ અને પેન આપી આવકાર્યા.

Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ સોમવારથી શરૂ થયેલી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાના પ્રારંભ પૂર્વે શહેરના મેયર અને કલેક્ટર સહિતના મહાનુભાવોએ અહીંની એક શાળામાં ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

વડોદરા શહેર જિલ્લાના ૨૪૧ જેટલા કેન્દ્રો પર ૭૦ હજારથી વધુ પરીક્ષાર્થીઓ બોર્ડ પરીક્ષાઓ આપશે. બોર્ડ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણોને આધીન જરૂરી વ્યવસ્થાઓ કલેકટરના વડપણ હેઠળની પરીક્ષા સમિતિએ કરી છે જ્યારે પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષાઓ યોજાય તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કલેક્ટર અતુલ ગોર તથા મેયર કેયુર રોકડિયા, ઉપમેયર નંદાબેન જોશી, અગ્રણી ઋત્વિજ જોશી, નગરસેવકો સહિતના અગ્રણીઓ સવારના વિદ્યુતનગર સ્થિત વિદ્યુત વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં આ મહાનુભાવોએ પરીક્ષા ખંડમાં જઇ રહેલા છાત્રોને શુભકામનાઓ પાઠવવા સાથે ચોકલેટથી મ્હોં મીઠા કરાવ્યા હતા. ઉપરાંત પુષ્પ, બોલપેન આપીને આવકાર્યા હતા. મહાનુભાવોએ પરીક્ષાનો ડર રાખ્યા વિના કસોટીમાંથી પાર ઉતરવા શીખ આપી હતી.

Advertisement

બાદમાં કલેક્ટર ગોરે પરીક્ષા ખંડમાં કરવામાં આવેલી વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું. ઉનાળાની સ્થિતિને ધ્યાને રાખીને પંખા, પીવાના પાણીની સુવિધા સહિતની બાબતોની ચકાસણી કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

રાજપીપળા : ભાગતો આરોપી કિયા થી પકડાયો

ProudOfGujarat

સ્વાતંત્ર્ય માટે સહકાર – મહિલા સહકારી મંડળીએ હાથ બનાવટની સ્ટેશનરી બનાવીને હાંસલ કરી નાણાકીય સ્વતંત્રતા

ProudOfGujarat

ભરૂચ તાલુકા પોલીસ મથક ની હદ માં આવેલ એક ગામ માં રહેતી સગીરા ને લગ્ન ની લાલચ આપી દુસ્કર્મ આચરનાર શખ્સ ને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!