વાઘોડિયા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવ એ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જે અંગે વિગત આપતાં એ.સી.પી ” ઇ ” ડિવિઝન ગૌતમ પલસાણા એ જણાવ્યું હતું કે ફરિયાદી દિપક શ્રીવાસ્તવે એમ.જી ગ્લોસ્ટર ગાડી ડિસ્કાઉન્ટ અને વહેલાં મેળવવા માટે અમદાવાદના ગૌતમ રાવ સાથે પરિચયમાં આવ્યા બાદ તેનો સંપર્ક કર્યો હતો જે બાદ તે અંગેનું પેમેન્ટ તેઓ અને તેમના પિતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના એકાઉન્ટમાંથી મળી કુલ ૨૦ લાખ ચેકથી આપ્યા બાદ ગાડીની ડીલેવરી ન આપતા અંતે પોલીસને જાણ કરી હતી જે અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનના ચોપડે ગુનો નોંધાયો છે તેમ જણાવ્યું હતું સાથે જ ઉમેર્યું હતું કે સમગ્ર બનાવની તપાસ પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ મકવાણા ચલાવી રહ્યા છે અને આરોપીને નોટિસ મોકલવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે તેમ જણાવ્યું હતું.
સમગ્ર મામલે ફરિયાદી દિપક શ્રીવાસ્તવના પિતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોલીસ તંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરી પોલીસ વિભાગ ચોક્કસથી ન્યાય અપાવશે અને આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે તેવી ખાતરી હોવાનું જણાવ્યું છે.