Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં સયાજીગંજની બેંક ઓફ બરોડામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

Share

વડોદરાની સયાજીગંજ સુરજ પ્લાઝામાં આવેલ બેંક ઓફ બરોડામાં આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

આ બનાવની મળતી માહિતી અનુસાર સયાજીગંજ સુરજ વિસ્તારની બેંક ઓફ બરોડામાં રિકવરી શાખામાં એ.સી.માં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં ફર્નિચર અને મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. બેંકમાં આગ લાગતા બેંકના કર્મચારીઓમાં નાસભાગ થતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતા. આગ લાગતાંની સાથે જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર શાખા દ્વારા પાણીનો મારો ચલાવી આગને ઓલવવાની કામગીરી હાથધરી હતી. ભારે જહેમત બાદ આગ ઓલવાઈ હતી. બેંકના કર્મચારીનું કહેવું છે કે આગમાં તમામ ઇલેક્ટ્રીક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

કશિકા કપૂરની સ્પેન વેકેશનની તસવીરો જોઈને તમે તમારું આગામી વેકેશન બુક કરવા ઈચ્છો છો

ProudOfGujarat

વડોદરાની ક્ષમા બિંદુ એ આખરે કર્યા આત્મવિવાહ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં એક વ્યક્તિના એકાઉન્ટમાંથી ગેરકાયદેસર રીતે નાંણા ઉપાડી લેવાતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!