Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના બામણગામ નજીક ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા સવારનું મોત.

Share

કરજણ તાલુકાના બામણગામ નજીક એક ડમ્પર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના માણેજા ખાતે અક્ષર ડુપ્લેક્ષમાં રહેતા નિવૃત્ત શિક્ષક પ્રકાશચંદ્ર જેઠારામ પંડ્યા નાઓ કરજણ ખાતે નવાબજાર વિસ્તારમાં આવેલ તેમના મકાનનો વેરો ભરવા માટે એક્ટિવા લઈને નીકળેલ હોવાનું કહેવાય છે.  દરમ્યાન એક્ટિવા લઈને કરજણ તાલુકાના ને.હા. 48 ઉપર આવેલ બામણગામ નજીક આવતાં સાંકડા નાળા પાસે પુરઝડપે હંકારી ડમ્પર ચાલકે એક્ટિવા સવારને અડફેટમાં લીધા હતા. અડફેટે આવેલા એક્ટિવા સવાર નિવૃત્ત શિક્ષક રોડ ઉપર ફેંકાઈ જવા પામ્યા હતાં. જેઓને બંને પગમાં અને માથાના ભાગે જીવલેણ ઈજાઓ થતાં 108 ની મદદથી વડોદરા SSG ખાતે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં પ્રકાશચંદ્ર જેઠારામ પંડ્યા ( ઉ.વ.68) નું કરૂણ મોત નિપજ્યાનું સુત્રો જણાવે છે. પોલીસે ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

વિસાવદર જેતલવડ ગામેથી ૬૯,૭૦૦ નો ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામેથી રૃપિયા ૧,૩૭,૨૦૦ નો વિદેશી દારૂ વેડચ પોલીસે ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

ભરૂચના સમની નજીક રૂ. 23 કરોડના ખર્ચે બનાવાયેલા ફ્લાયઓવરબ્રિજમાં માત્ર 25 દિવસમાં જ ગાબડાં પડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!