કોરોનાના સમય દરમિયાન સરકારી ગાઈડલાઈન અનુસાર દરેક શાળા કોલેજના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરાઇ હતી જે અંતર્ગત ધોરણ 10, 12 અને કોલેજના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય પરંતુ વડોદરાના ખોડીયાર તાલુકામાં આવેલી સુમનદીપ વિદ્યાપીઠના 11 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આજે કલેકટર કચેરી ખાતે વિદ્યાર્થીઓને થયેલા અન્યાય બાબતે લેખિત પત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી.
આ લેખિત પત્રમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે અમારું એડમિશન વર્ષ 2020 માં થયેલું હોય આ વર્ષે અમારે સેકન્ડ સેમેસ્ટરની પરીક્ષા આપવાની હોય પરંતુ નર્સિંગ કોલેજના સત્તાધીશોએ અમોને હાલના સંજોગોમાં ચાર દિવસ અગાઉ જણાવ્યું કે તમારે પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા આપવી પડશે. છેલ્લા દસ દિવસથી વિદ્યાર્થીઓ તથા વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે કે વર્ષ 2020 માં નર્સિંગ કોલેજમાં એડમિશન લીધુ હોય તેમ છતાં આ વર્ષે પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ આપવાનું કોલેજના સત્તાધીશો દ્વારા કેમ દબાણ કરવામાં આવે છે. જેમાં અન્ય 25 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું છે પરંતુ 11 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન મળતા તેઓનું ભવિષ્ય ધૂંધળું બને છે, વિદ્યાર્થીઓ અત્યંત ડિપ્રેશનમાં આવી ગયા છે આ તકે વાલીઓની પણ રજૂઆત છે કે વર્ષ 2020 થી સુમનદીપ વિદ્યાપીઠ નર્સિંગમાં અમોએ પ્રથમ સેમેસ્ટર અને દ્વિતીય સેમેસ્ટરની ફી ભરેલી હોય તેમ છતાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન અપાતા વાલીઓમાં રોષની લાગણી પ્રસરી છે. તેમજ આ કોલેજમાં વિદ્યાર્થીઓએ ગેપ સર્ટિફિકેટની રજૂઆત કરતા તેની પણ સત્તાધીશો દ્વારા ના પાડવામાં આવેલ છે, આ બાબતે કોલેજના સત્તાધીશોએ ખુલાસો કરતાં જણાવે છે કે અમારી ભૂલના કારણે આ વિદ્યાર્થીઓનું એડમિશન થયેલ ના હોય જેના લીધે અન્ય વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળેલ નથી. આ સમગ્ર વિગતો જોતા લાગે છે કે ૧૧ જેટલા વિદ્યાર્થીઓએ હિંમત બતાવી સામે આવી કલેકટર સમક્ષ રજૂઆત કરી જેના લીધે કોલેજના સત્તાધીશોની પોલ ખૂલી ગઈ નહીંતર કેટકેટલા ગોટાળાઓ પ્રાઇવેટ કોલેજ ચલાવતા શિક્ષણવિદો કરતા હશે??? આગામી સમયમાં જો આ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉચ્ચારી છે.
વડોદરામાં સુમનદીપ વિદ્યાપીઠ નર્સિંગ કોલેજમાં 11 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન મળતા કલેકટરને રજૂઆત.
Advertisement