પાંચ રાજ્યોમાં તાજેતરમાં ધારાસભાની ચૂંટણી યોજાઇ હતી જેમાંથી ચાર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી જીત થઈ હતી. મધ્યપ્રદેશમાં યોગી આદિત્યની જીત થતા આજે તેમનો મુખ્યમંત્રી તરીકેનો પદગ્રહણ સમારોહ હોય જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાથી હવાઈ માર્ગે જવા નીકળ્યા હોય તે દરમિયાન અચાનક જ વડોદરાના આજવા રોડ એકતાનગર ઝૂંપડપટ્ટીના રહેવાસીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ, કાચા રસ્તાઓ, ભૂગર્ભ ગટરના કાર્યો સહિતની રજૂઆતો અહીંના રહેવાસીઓએ કરી હતી. મુખ્યમંત્રી દ્વારા સમગ્ર વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ આ મામલે તલસ્પર્શી વિગતો મુલાકાત દરમિયાન મેળવવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે આ વિસ્તારમાં મંત્રી પદે મનીષાબેન વકીલ હોય અને સ્ટેન્ડિંગ ચેરમેન હિતેન્દ્ર પટેલ હોય આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા અવારનવાર સ્થાનિક પક્ષના આગેવાનોને મંત્રીઓને અને મુખ્યમંત્રી સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી અવારનવાર આ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ વિષે રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ આ વિસ્તારના રહેવાસીઓ આજે પણ પ્રાથમિક સુવિધાઓના અભાવમાં પોતાનો જીવનનિર્વાહ કરે છે આથી આજે આ વિસ્તારને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મુલાકાત લેવામાં આવતા અહીંના સ્થાનિક રહેવાસીઓએ મુખ્યમંત્રી સમક્ષ પાણીની ગટરની લાઈટની વગેરે સમસ્યાઓ વિષે જણાવ્યું હતું.
વડોદરા : પ્રાથમિક સુવિધાના અભાવમાં જીવનનિર્વાહ કરતા આજવા રોડ ઝૂંપડપટ્ટી વિસ્તારની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત.
Advertisement