વડોદરા, સુરત, ભરૂચ, રાજપારડી, ડભોઇ સહિતના વિસ્તારોમાંથી મોબાઈલ ફોન ખરીદ કરી ડિફોલ્ટ ચેક આપી 5,45,000 નાં મુદ્દામાલ સાથે આરોપીને વડોદરાની એલ.સી.બી પોલીસે ઝડપી પાડયો છે.
બે મહિના પહેલા નયન કાંતિલાલ પટેલ રહે.નિકોલી તા.નાંદોદ જી.નર્મદા રાજપીપળાનો રહેવાસી બોમ્બે મોબાઈલ શોપમાંથી ટ્રકના ડ્રાઈવર માટે ચાર મોબાઈલ ફોન લેવાના છે તેમ જણાવી વિવો કંપનીના ચાર મોબાઈલ ફોન લઈને રૂ.48,7500 નો ડિફોલ્ટ ચેક આપેલ હોય જે ગુનાની ફરિયાદ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોય ત્યારબાદ આરોપી દ્વારા રાજપારડી ખાતે પણ રૂ.10,000 ની કિંમતનો મોબાઈલ ખરીદેલ સુરતની બુરહાની મોબાઈલ શોપમાંથી રૂ.1,43,000 નો મોબાઈલ ખરીદી ત્યાં પણ ડિફોલ્ટ ચેક આપેલ હોય વડોદરાના વાઘોડિયા રોડ ઉપર એમ.એ.મોબાઇલની દુકાનમા પણ વિવો કંપનીના સાત મોબાઈલ ફોન ખરીદી દુકાનદારને વિશ્વાસમાં લઈ રૂ.1,61,920 નો ચેક આપેલ હોય, ગુજરાતમાં જુદા-જુદા ગામમાં કુલ 14 જગ્યાએથી વિવિધ કંપનીના મોબાઈલ ફોનની ખરીદી કરી વડોદરામાં એસ.કે મોબાઈલ ફોન તીર્થ બ્રિજેશભાઇ પટેલને બજાર કિંમત કરતાં ઓછી કિંમતમાં વેચતો હતો અને દરેક જગ્યાએ ડિફોલ્ટ ચેક દ્વારા નાણાં ચૂકવવાનો વાયદો કરતો હોય, આ મોબાઇલની છેતરપિંડી કરનાર શખ્સ વડોદરામાં હોવાની એલ.સી.બી ઇન્ચાર્જને બાતમી મળતા પોલીસે નયન કાંતિલાલ પટેલને વડોદરા પાદરા રોડ પરથી હુન્ડાઇ આઈ-10 કાર રૂ.4,00,000, મોબાઈલ ફોન નંગ-3 રૂ.1,45,000, 3 એ.ટી.એમ, 6 ચેકબુક મળી કુલ રૂ.5,45,000 નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીની ધરપકડ કરી છે. આરોપી દ્વારા જુદી-જુદી કંપનીના 84 મોબાઈલ રૂ.17,33,880 ની ખરીદી કરી ડિફોલ્ટ ચેક આપી તમામ મોબાઈલ એસ.કે મોબાઈલ ફોનને વેચાણમાં આપી દીધાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.