વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અટવાયેલા રીઝલ્ટ બાબતે લેખિત રજૂઆત કરી હતી.
એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ટેકનોલોજી ફેકલ્ટીના 80 થી વધુ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર થયું નથી. આગામી સમયમાં એટીકેટી ની પરીક્ષાઓ યોજાનાર હોય આથી જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર નથી થયું તેને કેવી રીતે પરીક્ષાઓની તૈયારી કરવી તે સહિતની મૂંઝવણો ઉદભવેલ છે. આથી અમારી માંગણી છે કે વિદ્યાર્થીઓના રીઝલ્ટ બાબતે કમિટી બેસાડી અને તેનું સોલ્યુશન આપવામાં આવે રીઝલ્ટના સ્ટેટસમાં UM/TDAL લખાયેલું આવે છે તો વિદ્યાર્થીઓ ક્યાં સુધી રાહ જોઈ ? આગામી સમયમાં ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓને એમ.એસ.યુનિવર્સિટીના વીસી પાસેથી યોગ્ય પ્રત્યુત્તર પ્રાપ્ત નહીં થાય તો વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સમક્ષ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આ તકે ઉચ્ચારી છે.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીનું રીઝલ્ટ ના આવતા વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન.
Advertisement