જિલ્લા કલેકટર દ્વારા મળેલી સૂચનાના અનુસંધાને જિલ્લા ખાણ અને ખનિજ વિભાગની ટીમે આકસ્મિક દરોડો પાડીને સાદી રેતીના બિન અધિકૃત વેપારની પ્રવૃત્તિ અટકાવી હતી.
આ અંગે જાણકારી આપતાં ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટે જણાવ્યું કે ડેસર તાલુકાના દિપાપુરા ગામે સાદી રેતીનો ગેર કાયદે વેપાર અટકાવવાની સૂચના મળી હતી. તેના અનુસંધાને આજે સવારે ખાણ નિરીક્ષક અને ચોકીદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા.ત્યારે ગામમાંથી સાદી રેતી ખોદીને, ઢગલાં કરી બિન અધિકૃત વેપાર થઈ રહ્યો હોવાનું જણાયું હતું. તેના સંદર્ભમાં ખનીજના બિન અધિકૃત વેપાર માટે ઉપયોગમાં લેવાતાં એક ડમ્પર, એક જેસીબી અને એક ટ્રેક્ટર પકડવામાં આવ્યા હતા.
આ પૈકી ચાલક ટ્રેક્ટર લઈને ભાગી જતાં ગામમાં તેની શોધ ચાલુ કરવામાં આવી હતી. જપ્ત કરવામાં આવેલા અન્ય સાધનો પોલીસ મથક ખાતે રાખવામાં આવ્યા છે.
Advertisement