Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના વાઘોડિયાથી મોબાઈલ ચોરી કરતા રીઢા ગુનેગારને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ.

Share

વડોદરામાં મોબાઇલ ફોન ચોરતા રીઢા ચોરને રૂપિયા 2,45,000 નાં મુદ્દામાલ સાથે ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુનાને લોકલ ક્રાઇમ બ્રાંચે ડિટેકટ કર્યા છે.

વડોદરામાં મિલકત સંબંધિ ગુનાનો ભેદ ઉકેલવા માટે એલ.સી.બી. ની ટીમ વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે બાતમી મળેલ કે એક શખ્સ સાંગાડોલ ગામ તરફથી વાઘોડિયા આવી રહ્યો છે તે ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી ટીમ દ્વારા માડોઘર ગામના ત્રણ રસ્તા ઉપર બાતમીના વર્ણન મુજબની વ્યક્તિ નીકળતા તેનું નામ સહિતની પૂછતાછ કરતા આરોપી શૈલેષ ઉર્ફે બોખો જીવણભાઈ વસાવા રહે.હીમતપુરા, વડોદરા પાસેથી જુદી જુદી કંપનીના સેમસંગ, રિયલમી, વિવો, ઓપો, રેડમી જુદીજુદી બજાર કિંમતના કુલ રૂપિયા 2,45,000 સાથે અલગ અલગ વિસ્તારોમાંથી ૩૧ જેટલા મોબાઇલ ચોરી કર્યા હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત આપતા તમામ મુદ્દામાલમાંથી હાલ 4 મોબાઈલ હસ્તગત કરી અન્ય ચોરાઉ ફોન અને કાયદેસરની કાર્યવાહીની વધુ તપાસ એલ.સી.બી પી.આઇ ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

કર્તવ્ય નિષ્ઠાનું ઉતમ ઉદાહરણ:સિટી પોલીસની મહિલા કોન્સ્ટેબલે પ્રસૂતિના આગલા દિવસ સુધી નોકરી કરી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના માહિતી ખાતા ના ઉપક્રમે પત્રકાર દિવસની ઊજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 36 કલાકમાં સરેરાશ માત્ર 5.4 મી.મી વરસાદ વરસ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!