વડોદરા શહેરમાં મોંઘવારીએ માઝા મૂકી છે પેટ્રોલ અને ડીઝલના ભાવ તેમજ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થતાં મધ્યમ વર્ગીય પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે તેમજ એક તરફ માંડ માંડ કોરોના કાળ પછી મધ્યમ વર્ગીય પરિવારો દિવસ રાત એક કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેવા સંજોગોમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ, સિલિન્ડરમાં ભાવ વધારો ઝીંકાતા આ ભાવ વધારો સામાન્ય વ્યક્તિઓને પોસાય તેમ નથી તેવું વડોદરાના રહેવાસીઓએ જણાવ્યું છે. પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 79 પૈસા, ડીઝલમાં 85 પૈસાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે તો એલપીજી ગેસ સિલેન્ડર પણ પચાસ રૂપિયા મોંઘુ થયું છે. જેમાં વડોદરાના એક રહેવાસી રાજુ ગાંગુલીનું જણાવ્યું છે કે સતત પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરમાં ભાવ વધતો રહે છે રાજ્ય સરકારે ભાવ ઓછો કરી આ ભાવને અંકુશમાં લાવવાના પ્રયત્નો હાથ ધરવા જોઈએ.
વડોદરાના કિરણ શાહ નામના સામાન્ય પરિવારના વ્યક્તિ જણાવે છે કે પેટ્રોલના ભાવ વધારામાં સામાન્ય લોકોને પોતાના ઘરનું બજેટ બનાવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. કોરોના કાળ પછી માંડ માંડ વ્યવસાયો શરૂ થયા છે તેવા સંજોગોમાં સરકારે પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરમાં મધ્યમવર્ગીય પરિવારોને રાહત આપવી જોઈએ તેના બદલે સરકાર દ્વારા અવારનવાર ગેસના ભાવમાં, પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવતાં સામાન્ય લોકોને જીવન જીવવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
અત્રે નોંધનીય છે કે વર્ષ 2020 માં કોરોના કાળની પ્રથમ લહેર સમયે લોકડાઉન દરમિયાન દેશના અર્થતંત્રને મોટો ફટકો લાગ્યો હતો ત્યારબાદ સામાન્ય વ્યક્તિઓના વ્યવસાયો ચાલતા નથી દેશમાં યુવાનોની બેરોજગારીના પ્રશ્નો છે તેવા સમયે સરકારે જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવને અંકુશમાં લેવા જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર પડ્યા પર પાટું મારતા હોય તેવી રીતે મધ્યમ વર્ગીય પરિવારોને જીવનનિર્વાહ કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તે રીતે સતત જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થતો રહે છે તો આ વધારાને રોકવા માટે કેન્દ્ર તથા રાજય સરકારે મળીને વિચારણાઓ કરવી જોઈએ તેવું વડોદરાના રહેવાસીઓએ આજે ઝીંકયેલા પેટ્રોલના ભાવ વધારા બાદ જણાવ્યું હતું.