વડોદરાના પૂર્વ વિસ્તારમાં ન્યુ વીઆઇપી રોડ પર આવેલ આજવા રોડ પાસે પાણીની ટાંકીની છેલ્લા ઘણા લાંબા સમયથી લાઇન લીકેજ હોવાને કારણે આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાય છે. આજે પણ આ વિસ્તારમાં કોર્પોરેશનની પાણીની ટાંકી પાસેથી જ હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.
આજે વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઇન લીકેજ થતાં હજારો લીટર પાણી વેડફાયું હતું. આ વિસ્તારના રહેવાસીઓ જણાવે છે કે અહીં અવારનવાર પીવાના પાણીની સમસ્યાઓ સર્જાય છે ઘણી વખત પૂરતા પ્રેશરથી પણ પાણી નથી મળતું તો આજે કોર્પોરેશનની ટાંકી પાસે જ હજારો લીટર લોક ઉપયોગી પાણી વહી ગયું હતું ત્યારે વડોદરા કોર્પોરેશનનો અણઘડ વહીવટ સામે આવ્યો હતો. એક તરફ હાલ ઉનાળાની શરૂઆત છે અને આ વિસ્તારમાં અવારનવાર પીવાના પાણીનો તેમજ લાઇન લીકેજ અને સમસ્યાઓ સર્જાતી રહે છે તેવામાં અહીં લાઇનના રીપેરીંગ કામની આવશ્યકતા છે પરંતુ જે કામ ન થતા આજે પીવાના પાણીનો મોટો જથ્થો રોડ પર વહી ગયો હતો. અહીં નોંધનિય છે કે વડોદરા સીટીને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ સત્તાધીશોના મનફાવે તેવા વહીવટને કારણે વડોદરા સીટી એ માત્ર કાગળ પર જ સ્માર્ટ સિટી હોય તેવું લાગી રહ્યું છે. ઘણા લાંબા સમયથી વડોદરાના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની લાઇન લીકેજ હોવાના અહેવાલો મળતા રહે છે તેમ છતાં જાડી ચામડીના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી. આજે વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઇન લીકેજ હોવાના કારણે લોકોને એક તરફ પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી તો બીજી તરફ હજારો લીટર પાણીનો જથ્થો રોડ પર વહી ગયો હતો. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સત્તાધીશો મોટી મોટી ગુલબાંગો મારે છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓના કારણે પૂરતા પ્રમાણમાં વિકાસના કાર્યો થતા નથી. વડોદરાના પૂર્વ વિસ્તારમાં છાશવારે પીવાના પાણીની સમસ્યાઓ સર્જાય છે તેમ છતાં ભ્રષ્ટ અધિકારીઓ આ બાબતે કોઈ નક્કર કામગીરી કરતા નથી તેવા સંજોગોમાં આ વિસ્તારના તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે પૂર્વ વિસ્તારના પાણીની લાઇનો લીકેજ છે તે તાત્કાલિક ધોરણે સત્તાધીશો રીપેર કરાવે તો આ વિસ્તારના રહેવાસીઓની પાણીની સમસ્યાનો નિકાલ થશે.
વડોદરાના પૂર્વ વિસ્તારમાં કોર્પોરેશનની ટાંકી પાસેથી હજારો લીટર પાણીનો વેડફાટ.
Advertisement