વડોદરા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી.વિભાગે કંડક્ટરોની સોટેજ, કરજણ ભરથાણા નેશનલ હાઇવે 48 પર આવેલ ટોલ ભરવાના રૂપિયાના અભાવે, પોષણ આવક ન મળવાના કારણે કરજણ ડેપોની બસો કરજણ નારેશ્વર વાયા પાલેજ બંધ કરાઈ.
કરજણ ડેપોથી નારેશ્વર જતી એસ.ટી.બસો શાળા ટાઈમ સહિતની મોટાભાગની એસ.ટી.બસો બંધ કરાતા પાલેઝ નારેશ્વર માર્ગ પર આવેલી કેટલીય શાળાના વિદ્યાર્થીઓને ભોગ બનવાનો વારો આવ્યો છે. પાલેજ નારેશ્વર 20 કિલોમીટરનાં રૂટમાં અંદાજિત 15 જેટલા ગામડાઓ આવેલા છે. આ રૂટના ગામડાઓના રાહદારીઓને કરજણ સેવાસદન, તાલુકા પંચાયત, કોર્ટ, પોલીસ સ્ટેશન સહિતની કચેરીઓએ કામ અર્થે જવા આવવા કરજણ ડેપોની એસ.ટી.બસો બંધ થતાં હાલાકીનો ભોગ બન્યા છે. નેશનલ હાઇવે પાલેજથી નારેશ્વર રૂટ પર સાસરોદ પ્રાથમિક શાળામાં નારેશ્વર રૂટ તરફના અંદાજિત 150 જેટલા વિદ્યાર્થીઓ શાળાનાં સવારે 10.30 અને સાંજે છૂટવાનાં ટાઈમ 4.45 એ એક પણ એસ.ટી.બસ.કરજણ ડેપોથી ન મુકાતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
શાળાના વિદ્યાર્થીઓને ખાનગી પ્રાઇવેટ સાધનો વાહનોમાં ગિચોગીચ ભરાઈને શાળા એ તેમજ ઘરે જવાનો વારો આવ્યો છે.
આ માર્ગ પર એસ.ટી.બસો ને જગ્યાએ હાઈવા ડમ્પરો નજરે ચડે છે. કરજણના નેશનલ હાઇવેથી નારેશ્વર રૂટ પર આવેલ પાછીયાપુરા ગામના જાગૃત નાગરિકે કરજણ ડેપો મેનેજરને લેખિતમાં રજુઆત કરાતા કરજણ ડેપો મેનેજરે વડોદરા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી.વિભાગને મોકલી આપેલ. વડોદરા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી.વિભાગે કંડક્ટરોની સોટેજ, કરજણ ભરથાણા નેશનલ હાઇવે 48 પર આવેલ ટોલ ભરવાના રૂપિયાના અભાવે, પોષણ આવક ન મળવાના કારણે કરજણ ડેપોની બસો કરજણ નારેશ્વર વાયા પાલેજ બંધ કરાઈ હોવાનું જણાવ્યુ છે.
યાકુબ પટેલ, કરજણ.