વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ નજીક ગત ફેબ્રુઆરી માસની 22 તારીખના રોજ સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં હજુ પણ લે રેતીની લીઝ મુદ્દે કોઈ નિરાકરણ ન આવતા ગુરૂવારના રોજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ નારેશ્વર ખાતે પહોંચી રેતીની લીઝની મુલાકાત લીધી હતી. પુનઃ રેતીની લીઝનો મુદ્દો ગરમાયો છે. સાંસદ મનસુખભાઈ વસાવાની સાથે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ સહિત ભાજપ કાર્યકરો પણ જોડાયા હતા. રેતીની લીઝની મુલાકાત બાદ તેઓએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું.
ઘટનાના દિવસે મેં જોયું કે ૫૦ થી ૬૦ ડમ્પર ઉભા હતા તેના કરતા વધુ ડમ્પરો નદીના ભાઠામાં ઉભા હતા મામલતદાર સાથે મારી જે રકઝક થઈ તે આ જ મુદ્દો હતો કે રોયલ્ટી વિનાના ડમ્પરોનું પંચનામુ કરો અને તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરો તેમજ ખાણ ખનીજના ઉચ્ચ અધિકારીઓ પાસે મેં એવી માંગણી કરી હતી કે ઘણા સમયથી નદીના પટમાં લીઝ સિવાયની સરકારી જમીનમાંથી રેતી કાઢવામાં આવે છે. દરરોજ ૫૦, ૬૦, ૧૦૦ ટ્રકો રોયલ્ટી વિનાના જાય છે એનું સર્વે થવું જોઈએ જે પણ રેત માફિયા તેમજ બે નંબરની રેતીની ચોરી જાય છે એની સામે કાર્યવાહી થવી જોઈએ.
આજે 15 થી 20 દિવસ થયા છતાં હજુ કોઈ જવાબ મને મળ્યો નથી રાજકીય વગ ધરાવતા નેતાઓ પર ચોરી છુપીથી રેતી કાઢતા હોવાના મનસુખભાઈ વસાવાએ આક્ષેપ કર્યા હતા. બેરોજગારોને રોજગારી આપવાનું કામ રાજકીય નેતાઓ કરવું જોઈએ. એમ તેઓએ જણાવ્યું હતું. જે પગલાં લેવા જોઈએ તે લેવાયા નથી એમ પણ તેઓએ જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મને કોઈ જવાબ નહીં મળે તો હું વહીવટીતંત્ર સામે આંદોલનનો માર્ગ અપનાવીશ. હવે જોવાનું એ રહ્યું કે નારેશ્વરના બહુચર્ચિત રેતીની લીઝ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પુનઃ ઉઠાવેલો મુદ્દો કેવો રંગ લાવે છે તે તો આવનારો સમય જ બતાવશે.
યાકુબ પટેલ, કરજણ