વડોદરામાં છેલ્લા ઘણા સમયથી કલ્યાણ નગર વિસ્તારની મહિલાઓ પોતાના આવાસ માટે લડત લડી રહી છે, વર્ષો પહેલા જે તે સમયે આવાસ તોડી નાખ્યા બાદ આજદિન સુધી નવા આવાસ તંત્ર તરફથી ન ફાળવવામાં આવતા આખરે મહિલાઓ રોષે ભરાઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહી છે.
કલ્યાણ નગરની મહિલાઓએ ગાજરાવાડી પાણીની ટાંકી પર ચઢીને વિરોધ પ્રદશન કર્યું હતું તેમજ તંત્ર વહેલી તકે તેઓને આવાસની ફાળવણી કરે તેવી માંગ ઉચ્ચારી અનોખો વિરોધ કર્યો હતો, અચાનક ટાંકી પાસે મહિલાઓના વિરોધના પગલે ભારે નાસભાગના દ્રશ્યો થોડા સમય માટે સર્જાયા હતા, ઘટનાના પગલે એક સમયે સ્થળ ઉપર લોકોના ટોળા જામ્યા હતા અને વિરોધ કરી રહેલ મહિલાઓને સમજાવટ કરી ટાંકી પરથી ઉતરી જવા માટેની સલાહ આપતાં નજરે પડયા હતા.
Advertisement