Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : વાઘોડિયા ખાતે યોજાઈ રાસાયણિક દુર્ઘટના પ્રબંધન કવાયત.

Share

વાઘોડિયા જી.આઇ.ડી.સી.માં ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડનો એલ.પી.જી.ફિલિંગ પ્લાન્ટ આવેલો છે. આજે સવારના સમયે તેની ઉત્પાદન પાઇપ લાઇનની અપ સ્ટ્રીમ ફ્લેંજમાંથી જોશભેર એલ.પી.જી.નું ગળતર થતાં કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી.

એલ.પી.જી. એ પાણીમાં અદ્રાવ્ય રંગ અને ગંધ વગરનો જ્વલનશીલ વાયુ છે.પ્રતિ સેકન્ડ ૧૯૮ કિગ્રાના દરે થઈ રહેલા ગળતરને ડામવા ગેલની અગ્નિ શમન અને હોનારત પ્રબંધન ટીમોએ પોતાની સાધન સુવિધાઓનો વિનિયોગ કરીને ગળતર અટકાવવાના ભરચક પ્રયાસો હાથ ધરવાની સાથે જિલ્લા કલેકટર, જિલ્લા વહીવટી તંત્ર,પોલીસ તંત્ર વિવિધ સંસ્થાઓના અગ્નિ શમન તંત્રો, ડિશ અને જી.એસ.ડી.એમ.એ વડોદરા તેમજ એન. ડી. આર. એફ.ને કટોકટીની પરિસ્થિતિની જાણ કરતાં તમામ તંત્રો એલર્ટની સ્થિતિમાં આવી ગયાં હતાં. તમામ તંત્રોના સંકલનથી આ હોનારતને નિયંત્રણમાં લેવાની સાથે બચાવ અને રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેના પગલે ઝાઝા નુકશાન કે જાનહાનિ વગર કટોકટીનું નિવારણ શક્ય બન્યું હતું.

વાસ્તવમાં આવી કોઈ હોનારત સર્જાઈ ન હતી પરંતુ ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના રાસાયણિક અકસ્માત ( કટોકટીની પરિસ્થિતિની પરી કલ્પના, સુસજ્જતા અને પ્રતિભાવ) નિયમો ૧૯૯૬ ની જોગવાઈઓ અનુસાર જિલ્લા કલેકટરનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલી હોનારત પ્રબંધન કવાયતના ભાગ રૂપે ઊભો કરવામાં આવેલો સીનેરિયો હતો.

વડોદરા કલેકટર કચેરીના ડી.પી.ઓ.( ડિઝાસ્ટર) બી. એલ.પરમારે આ અંગે જાણકારી આપતાં જણાવ્યું કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જીને હોનારત પ્રબંધન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓની,અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા, તેમના પરિવહનની વ્યવસ્થા,ગેસ ગળતરનું નિયંત્રણ,લીકેજ વિસ્તારને ઠંડો પાડવો,પોલીસ અને વહીવટી તંત્રની મદદ મેળવવી અને તેમની સાથે સંકલન કરવું,સંભવિત ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને લઇ જવા અને સારવારનો પ્રબંધ કરવો જેવા વિવિધ પાસાઓના સંદર્ભમાં પ્રત્યેક એજન્સીનો પ્રતિભાવ,પૂર્વ તૈયારી અને કટોકટીને પહોંચી વળવાની સજ્જતા ચકાસવામાં આવી હતી.

Advertisement

વડોદરા જિલ્લામાં પાંચ જેટલા ઔધોગિક ક્ષેત્રો છે જ્યાં ઉદ્યોગોના પ્રકારમાં ખૂબ વિવિધતા છે.તેને અનુલક્ષીને સમયાંતરે આ પ્રકારની કવાયતો યોજવામાં આવે છે.


Share

Related posts

ઝઘડિયા : ઉમલ્લા ૧૦૮ ની ટીમે ઝઘડિયાના ખાખરીયાની પ્રસુતાને ઘરે જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

સુરત : કેમિકલ માફિયાઓ બેફામ, રોષે ભરાયેલા સ્થાનિકોએ શંકાસ્પદ ઓઇલના ગોડાઉન પર કરી જનતા રેડ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મોરતલાવ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!